Vadodara

હરણી બોટ કાંડ : પેરેન્ટ્સ એસોસિએશનના સભ્યો ગાંધીનગર પહોંચ્યા :

રાજ્યના ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરશે

સ્કૂલ સંચાલક અને કોર્પોરેશનના અધિકારીઓને બચાવવાનું ષડયંત્ર રચાતું હોવાના આક્ષેપ

( પ્રતિનિધિ ) વડોદરા તા.6

વડોદરામાં હરણી બોટ કાંડ દુર્ઘટના ને 20 દિવસ થઈ ગયા છે. આ દુર્ઘટનામાં 12 માસુમ બાળકો અને બે શિક્ષિકાઓના મોતને લઈ પેરેન્ટ્સ એસોસિયેશન મેદાનમાં આવ્યું છે. આ ઘટનામાં સ્કૂલના સંચાલકો અને કોર્પોરેશનના અધિકારીઓને બચાવવાનું ષડયંત્ર રચવામાં આવ્યું હોવાના આક્ષેપ સાથે તેઓ વિરુદ્ધ એફઆઇઆર નોંધવામાં આવે તેવી માંગ સાથે પેરેન્ટ્સ એસોસિએશનના સભ્યો ગાંધીનગર જવા રવાના થયા હતા. જ્યાં ગૃહમંત્રી અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરશે. તો સંતોષકારક પરિણામ નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે.

સંતોષકારક પરિણામ નહીં આવેતો વડોદરામાં કદી થયું નહીં હોય તેવું ઉગ્ર આંદોલન કરવામાં આવશે

હરણી લેકઝોન બોટ દુર્ઘટનામાં સ્કૂલ સંચાલકો અને કોર્પોરેશનના જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ સાથે વડોદરા પેરેન્ટ્સ એસોસિયેશનના પ્રમુખ સહિત સભ્યો ગાંધીનગર રાજ્યના ગૃહ મંત્રી અને શિક્ષણ મંત્રીને રજૂઆત કરવા માટે રવાના થયા હતા. આ અંગે વડોદરા પેરેન્ટ એસોસિએશનના પ્રમુખ કિશોર પિલ્લાઈએ જણાવ્યું હતું કે હરણી બોટ દુર્ઘટનાને 20 દિવસ પૂરા થયા છે. વડોદરા પોલીસ દ્વારા એસઆઇટીની પણ રચના કરવામાં આવી છે. એસઆઇટીને દસ દિવસની અંદર રિપોર્ટ સુપરત કરવાનો હતો. પણ રિપોર્ટ શું આવ્યો તે લોકોને ખબર નથી કોર્ટના માધ્યમ દ્વારા ખબર પડી રહી કે શું કાર્યવાહી કરી છે અને નથી કરી. જેની ઉપર એફઆઇઆર કરવામાં આવી છે. એમાં જે બાકી રહી ગયા છે તેમની ઉપર એફઆઇઆર કરવા માંગણી સાથે અમે ગાંધીનગર જઈ રહ્યા છે. હરણી બોટ કાંડમાં સ્કૂલ મેનેજમેન્ટ ગુનેગાર છે. એ સાબિત કરવા માટે કોઈ એસ.આઇ.ટી કે કોઈ આઈપીએસ અધિકારીની જરૂર નથી. કોઈ સામાન્ય અધિકારી પણ આમાં તપાસ કરત તો પણ દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જાત. આટલી મોટી એસઆઇટી અને આઇપીએસ અધિકારીની રચના કર્યા બાદ પણ પ્રાઈમરી અમારી માંગ નથી કે સજા કરો પણ પહેલા એફ.આઇ.આર તો નોંધો. અને આટલા દિવસ બાદ પણ સ્કૂલ સંચાલક અને કોર્પોરેશન વિરુદ્ધ એફઆરઆઈ નોંધવામાં નથી આવતી તો ક્યાંકને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે. કે આરોપીને બચાવવા માટે કોઈ ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે. જેથી આ વખતે આવા આરોપીઓ બચી ન શકે તે માટે ગૃહ મંત્રી અને શિક્ષણ મંત્રીને મળી અમે રજૂઆત પુરાવા સાથે કરવાના છે અને જો આમાં કોઈ સંતોષકારક પરિણામ નહીં આવે તો આગામી દિવસોમાં કોર્ટ થકી નામદાર હાઇકોર્ટમાં જે સુવો મોટો પિટિશન ચાલી રહી છે તેમાં પાર્ટી બની શુ અને કોર્ટ થકી આજ સુધી નહીં જોયું હોય તેવું વડોદરામાં ભારે આંદોલન વડોદરા પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા કરવામાં આવશે.

Most Popular

To Top