Vadodara

હરણી દુર્ઘટનામાં ઝડપાયેલા ચાર આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજુ કરાયા

  • નિલેશ જૈનના 6 અને જતીન દોષીના 4 દિવસના રિમાન્ડ મંજુર
  • નેહા દોશી અને તેજલ દોષીના 4 દિવસના રિમાન્ડ મંજુર કરતી કોર્ટ

હરણી બોટ દુર્ઘટનામાં ઝડપાયેલા વધુ ચાર આરોપીઓને કોર્ટ સમક્ષ રિમાન્ડ માટે રજુ કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા પુરુષોના 10 દિવસના રિમાન્ડની માંગ કરી હતી જેમાં કોર્ટે નિલેશ જૈનના 7 દિવસના રિમાન્ડ મંજુર કાર્ય હતા તો જતીન દોષીની ઉંમર 70 વર્ષની હોઈ તેઓના 4 દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. તો મહિલાઓના પાંચ દિવસના રિમાન્ડ માંગ્યા હતા જેમાં તેઓને 4 દિવસના રિમાન્ડ મળ્યા છે.

હરણી બોટ દુર્ઘટનામાં પોલીસ દ્વારા ધરપકડનો ધમધમાટ બોલાવવામાં આવી રહ્યો છે. હાલ સુધી ધરપકડનો આંકડો 13 ઉપર પહોંચ્યો છે. ત્યારે ઝડપાયેલા વધુ ચાર આરોપીઓન રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પોલીસે તેજલ દોષી, નેહા દોષી, જતીન દોષી અને નિલેશ જૈનની ધરપકડ કરી હતી. આ કોન્ટ્રાક્ટમાં જતીન, નેહા અને તેજલની 5 ટકાની ભાગીદારી હતી. આ મામલામાં પોલીસે તમામ ચાર આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટ સમક્ષ રજુ કાર્ય હતા. પોલીસે જતીન અને નિલેશ જૈનના 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા તો દેરાણી જેઠાણી તેજલ અને નેહાના 5 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. કોર્ટ દ્વારા નિલેશ જૈનના 5 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. તો જતીન દોષી 70 વર્ષની ઉંમરના હોઈ તેઓને 4 દિવસના એટલે કે 2 ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. તો મહિલા આરોપીઓ નેહા અને તેજલ દોષીના કોર્ટ દ્વારા 4 દિવસના રિમાન્ડ મંજુર થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ મામલામાં હજુ 6 આરોપીઓની ધરપકડ કરવાની બાકી છે. દરમિયાન નિલેશ જૈન આ કોન્ટ્રાક્ટનો રોજેરોજનો હિસાબ રાખતો હતો તે અંગેની પણ તપાસ કરવામાં આવશે.

Most Popular

To Top