જૂન મહિનાની શરૂઆત સાથે જ રાજ્યભરમાં નવું શૈક્ષણિક સત્ર (૨૦૨૬-૨૭) શરૂ થવા જઈ રહ્યું છે. વેકેશન પૂરું થવાના આરે છે ત્યારે વાલીઓ પોતાના બાળકોના સ્કૂલ યુનિફોર્મ, પુસ્તકો, સ્ટેશનરી અને સ્કૂલ ફીના બજેટ ગોઠવવામાં વ્યસ્ત છે. પરંતુ, આ વર્ષે શાળાઓ ખૂલે તે પહેલાં જ મધ્યમ અને નોકરિયાત વર્ગના વાલીઓની કમર તોડતો વધુ એક મોંઘવારીનો ડામ વાહન ભાડાના સ્વરૂપમાં વાગ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા રાજ્યના અગ્રણી મહાનગરોમાં સ્કૂલ વાન અને રિક્ષા એસોસિએશનો દ્વારા માસિક ભાડામાં અંદાજે ૧૦% સુધીનો સીધો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે, જેને કારણે વાલીઓમાં ભારે આક્રોશ અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.
છેલ્લા કેટલાક સમયથી સ્પેરપાર્ટ્સના ભાવ, ટાયરના ખર્ચ, વાહનોના મેઇન્ટેનન્સ અને વીમા પ્રીમિયમમાં થયેલા સતત વધારાને આગળ ધરીને સ્કૂલ ટ્રાન્સપોર્ટ એસોસિએશનો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ વધારા બાદ વાલીઓના માસિક બજેટ ખોરવાઈ ગયા છે. નવા ભાડાના માળખા અનુસાર, જો કોઈ બાળક ઘરથી શાળા સુધીનું ૨ થી ૩ કિલોમીટરનું અંતર કાપતું હોય, તો અગાઉ રિક્ષાનું માસિક ભાડું જે રૂ. ૧૨૦૦ થી ૧૫૦૦ ની આસપાસ હતું, તે હવે વધીને રૂ. ૧૪૦૦ થી ૧૭૦૦ થઈ જશે.
તેવી જ રીતે, સ્કૂલ વાન કે ઈકો ગાડીઓનું ભાડું જે પહેલાં રૂ. ૧૮૦૦ થી ૨૨૦૦ ની વચ્ચે હતું, તે હવે વધીને રૂ. ૨૦૦૦ થી ૨૪૦૦ સુધી પહોંચી ગયું છે. જો એક જ ઘરમાંથી બે બાળકો શાળાએ જતાં હોય, તો વાલીઓએ માત્ર ટ્રાન્સપોર્ટેશન પાછળ જ દર મહિને રૂ. ૪,૦૦૦ થી ૫,૦૦૦ નો મોટો ખર્ચ કરવો પડશે. બીજી તરફ, સ્કૂલ વાન અને રિક્ષા ચાલક એસોસિએશનો પોતાની મજબૂરી રજૂ કરી રહ્યા છે. ચાલકોનું કહેવું છે કે આ વધારો સ્વેચ્છિક કે નફાખોરી માટે નથી, પરંતુ બદલાયેલા આર્થિક સમીકરણોનું પરિણામ છે.
મેઇન્ટેનન્સ ખર્ચમાં વધારો જેવો કે, લ્યુબ્રિકન્ટ્સ, એન્જિન ઓઇલ અને ટાયરોના ભાવમાં ગત વર્ષની સરખામણીએ નોંધપાત્ર વધારો થયો છે અને ફિટનેસ અને ઇન્સ્યોરન્સ કોમર્શિયલ વાહનોના પાસિંગ, આરટીઓ ટેક્સ અને થર્ડ-પાર્ટી ઇન્સ્યોરન્સના દરો વધ્યા છે. હાઇકોર્ટ અને આરટીઓની કડક સૂચના બાદ, હવે વાહનોમાં ઘેટા-બકરાની જેમ બાળકોને ભરી શકાતા નથી. તે સારી વાત છે. પરમિટ મુજબ જ બાળકો બેસાડવાના હોવાથી વાહન ચાલકોની માથાદીઠ આવક ઘટી છે, જેની ભરપાઈ કરવા ભાડું વધારવું અનિવાર્ય બન્યું છે.
સુરતના અડાજણ વિસ્તારમાં રહેતા અને ટેક્સટાઇલ માર્કેટમાં નોકરી કરતા એક મધ્યમવર્ગીય વાલીએ પોતાનો બળાપો ઠાલવતા જણાવ્યું કે, “દર વર્ષે સ્કૂલની ફીમાં ૮ થી ૧૦ ટકાનો વધારો થાય જ છે. આ વર્ષે પુસ્તકો અને સ્ટેશનરી પણ મોંઘા થયા છે. હવે સ્કૂલ વાનવાળાએ પણ રૂ. ૨૦૦ વધારી દીધા. મારી બે દીકરીઓ શાળાએ જાય છે, એટલે સીધો દર મહિને રૂ. ૪૦૦ નો વધારાનો ફટકો પડ્યો છે. પગાર એ જ રહે છે અને ખર્ચ રોકેટ ગતિએ વધે છે.”
અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના એક વાલીએ જણાવ્યું કે, શાળાઓ પોતાની બસોના તોતિંગ ભાડા વસૂલે છે, જેને કારણે મધ્યમ વર્ગ ખાનગી વાન કે રિક્ષાનો સહારો લે છે. હવે જો ખાનગી વાહનો પણ આટલા મોંઘા થશે, તો બાળકોને ભણાવવા કેમ? આ ભાડા વધારા વચ્ચે વાલીઓની સૌથી મોટી માગ એ છે કે જો તેઓ પૂરતા પૈસા ચૂકવી રહ્યા હોય, તો તેમના બાળકોની સુરક્ષાની ગેરંટી પણ મળવી જોઈએ.
નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે જ આરટીઓ અને ટ્રાફિક પોલીસ દ્વારા સ્કૂલ વાહનોના ચેકિંગ માટે વિશેષ ડ્રાઇવ ચલાવવામાં આવે છે. વાલીઓ ઈચ્છે છે કે તંત્ર માત્ર કાગળો કે નિયમો તપાસવા પૂરતું સીમિત ન રહે, પરંતુ ખાનગી વાહન ચાલકો દ્વારા ઉઘાડી લૂંટ ન ચલાવાય તે માટે એક ચોક્કસ ‘ભાડા નિયમન સમિતિ’ અથવા ગાઇડલાઇન બનાવે. શિક્ષણ વિભાગ અને પરિવહન વિભાગ સંયુક્ત રીતે આ બાબતે હસ્તક્ષેપ કરે તેવી લોકમાગ પ્રબળ બની છે. શિક્ષણ એ આજના સમયની પ્રાથમિક જરૂરિયાત છે, પરંતુ મોંઘી ફી બાદ હવે મોંઘું પરિવહન મધ્યમ વર્ગના વાલીઓ માટે ‘કરે તો શું કરે’ જેવી સ્થિતિ સર્જી રહ્યું છે. આ મામલે સરકાર, શાળા સંચાલકો અને વાહન એસોસિએશનો વચ્ચે યોગ્ય સમન્વય સધાય તે અત્યંત જરૂરી છે, જેથી બાળકોનું શિક્ષણ મોંઘવારીના પૈડા નીચે કચડાઈ ન જાય.