અંડર-19 એશિયા કપની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 1 વિકેટથી હરાવ્યું અને છેલ્લી જ બોલ પર જીત મેળવી. આ જીતના અસલી હીરો મનલ ચૌહાણ અને મોહિત ઉલ્વા હતા. છેલ્લી ઓવરોમાં તેમની શાનદાર બેટિંગે ટીમ ઈન્ડિયાને મેચમાં પરત લાવી દીધી અને અંતે છેલ્લા બોલ પર જીત અપાવી. મોહિત ઉલ્વા અણનમ રહ્યો અને તેણે માત્ર 26 બોલમાં 49 રન બનાવ્યા. મેચ પછી તેણે પોતાની ઇનિંગ્સ વિશે વાત કરી અને સમજાવ્યું કે કેવી રીતે તેણે છેલ્લી ઓવરમાં રમતનું પાસું પલટી નાખ્યું.
છેલ્લી ઓવર વિશે મોહિત ઉલ્વાએ શું કહ્યું?
છેલ્લી ઓવરને યાદ કરતા મોહિત ઉલ્વાએ જણાવ્યું કે તેના મનમાં કોઈ જટિલ વિચારો નહોતા. તેણે માત્ર પોતાના આત્મવિશ્વાસ અને ઈશ્વર પરની શ્રદ્ધા પર ભરોસો રાખ્યો. “અત્યાર સુધી એશિયા કપમાં મારું પ્રદર્શન ખાસ રહ્યું ન હતું. જોકે હું મુખ્યત્વે બોલર છું પરંતુ મને હંમેશા એક ઓલરાઉન્ડર તરીકે મારી ક્ષમતાઓ પર વિશ્વાસ રહ્યો છે. ભલે મને પોતાને સાબિત કરવાની બહુ તકો મળી ન હતી, તેમ છતાં મને હંમેશા ખાતરી હતી કે હું સારું પ્રદર્શન કરી શકું છું. મને બસ મનલના સાથની જરૂર હતી; તે જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે તેણે જે માહોલ અને ગતિ (મોમેન્ટમ) ઊભું કર્યું તે અદ્ભુત હતું. મારું એકમાત્ર કામ મેદાનમાં ઉતરીને મેચ પૂરી કરવાનું હતું.”
વેંકટે મારો ઉત્સાહ જાળવી રાખ્યો – મોહિત ઉલ્વા
“મેચ જીતાડનારા રન બનાવવા માટે હું બસ યોગ્ય બોલની રાહ જોઈ રહ્યો હતો. મને ખબર હતી કે એક બાઉન્ડ્રી પણ મેચ જીતાડી શકે છે. મેં હંમેશા મારા પર વિશ્વાસ રાખ્યો છે અને સતત મારી જાતને કહ્યું છે: ‘હું આ કરી શકું છું, હું આ કરીશ, અને હું છેક અંત સુધી લડીશ.’ ખાસ કરીને વેંકટે મને ખૂબ પ્રોત્સાહન આપ્યું, તે સતત કહેતો હતો, ‘ના, તું આ કરી શકે છે. બસ મેદાનમાં જા, તારી સ્વાભાવિક રમત રમ અને તું જ મેચ પૂરી કરીશ.'” છેલ્લી બોલ સુધી અમે સાથે મળીને આ કરી શકીએ છીએ. તેના આ ભરોસાએ મારા આત્મવિશ્વાસને વધુ મજબૂત બનાવ્યો. મને ખાતરી હતી કે જો હું છેલ્લા બોલ સુધી ક્રિઝ પર ટકી રહીશ, તો હું મેચને તેના અંત સુધી લઈ જઈ શકીશ.
મોહિત ઉલ્વાને ‘પ્લેયર ઓફ ધ મેચ’ (POTM) પુરસ્કાર મળ્યો
મોહિત ઉલ્વાને તેના શાનદાર પ્રદર્શન માટે ‘પ્લેયર ઓફ ધ મેચ’ જાહેર કરવામાં આવ્યો. જોકે બોલિંગમાં તે ખાસ પ્રભાવ પાડી શક્યો ન હતો. તેણે ૮ ઓવરમાં ૫૭ રન આપ્યા અને એક પણ વિકેટ લીધી નહીં પરંતુ બેટિંગમાં તેણે અદભૂત પ્રદર્શન કર્યું. માત્ર ૨૬ બોલમાં અણનમ ૪૯ રન બનાવ્યા જેમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સામેલ હતા. તેણે પોતાની ટીમને જીત અપાવી.