Business

‘ફાલતુ જોક્સ બસ કર યાર! !!!!’

સામાન્ય રીતે જોવા જઈએ તો દરેકને જીવનમાં કોઈને કોઈ ઉપાધી, ટેન્શન, મુશ્કેલીઓ આવ્યા જ કરતી હોય છે. આથી નિરોગી અને આનંદિત રહેવા થોડું હાસ્ય અને આનંદની જરૂરિયાત રહે છે. જેથી જીવનમાં હાસ્ય અને ઉલ્લાસનું વાતાવરણ બની શકે. જ્યારે પણ ઘરમાં સિરીયસ વાતાવરણ ઉદ્બભવે ત્યારે કોઈને કોઈ જોક કરતું હોય છે જેથી થોડા રિલેક્સ થવાય અને આમ પણ ફ્રેન્ડ્સ ગ્રૂપ કે ફેમિલી ગ્રૂપમાં કોઈને કોઈ એવી વ્યક્તિ હોય જ છે જેને વારેવારે જોક કરવાની આદત હોય છે. ચાહે તેના જોક્સ પર કોઈને હસવું આવે કે નહીં આવે? અને કોઈક વાર તો આવા પકાઉ જોક્સથી એટલા યુઝ્ડ ટુ બની ગયા હોય છે કે પછી તો કોઈ જોક્સ પર હસે જ નહીં.  ત્યારે આજે આપણે મળીશું કેટલાક આવા જ મોજીલા લોકોને કે જેઓની જોક્સ પાસ કર્યા કરવાની આદત હોય છે. તેમને કોઈ ફર્ક નથી પડતો કે એમના જોક્સથી મજાક બનશે. છતાય એક ફની માહોલ માટે તેઓ પોતાની આદત મૂકતાં નથી.

  • ફ્રેન્ડ્ઝ પહેલેથી જ પ્લાન બનાવી લે કે હું જોક કરું એના પર કોઈએ હસવું નહીં : વર્ષા પટેલ

33 વર્ષીય વર્ષા પટેલ જણાવે છે કે, ‘હું સ્કૂલમાં હતી ત્યારથી જ મને જોક્સ ક્રેક કરવાની આદત હતી. અને હાલ પણ ફ્રેન્ડ્ઝ ભલે અલગ થઇ ગયા પણ સોશ્યલ મીડિયામાં સવારે તેમને ઉઠતાની સાથે મારા એકાદ બે જોક્સ તો મોકલું જ છુ. વોટ્સેપ ગ્રૂપમાં હું જોક્સ મૂકું કોઈ વાંચે અને કોઈ વાંચે પણ નહીં. જ્યારે ફ્રેન્ડ્ઝ ગૃપ સાથે હોય ત્યારે તો એવું પણ થાય હું જોક કરું તો એ લોકો પહેલેથી જ પ્લાન બનાવી લે કે આ જોક કરે એના પર કોઈએ હસવું નહીં અને કોઈનો રિપ્લાય આવે જ નહીં, અને પછી હું વધારે ચિડાઉં ત્યારે મારા જ જોક્સ પરથી એ લોકો બીજો જોક્સ કરીને મને હસાવવાનો પ્રયત્ન કરતાં.’’

  • મને ખબર જ હોય કે આ લોકો જૂઠું હસે છે પણ એ હાસ્યની પણ એક મજા છે : અઝીઝ શેખ

27 વર્ષીય અઝીઝ શેખ જણાવે છે કે, ‘માહોલ શાંત રહે એ મને નહીં ગમે. કોઈક વાર પરીક્ષાનું ટેન્શન તો કોઈકવાર કોઈને ફેમિલી કે બીજા પ્રોબ્લેમની નાખુશી હોય જ. આથી જ્યારે પણ ફ્રેંડ્ઝ ભેગા થાય હું કોઈપણ કોમેડી વાતો કરું કે જોક્સ કરું જ. કોઈક વાર જોક અડધો યાદ હોય અને તેઓને ખબર જ હોય કે હું ગ્રૂપમાં હોવ એટલે ફાલતુના જોક્સ શરૂ થઈ જ જશે. આથી અમુક ફ્રેંડ્ઝ મારા જોક્સ પર હસે પણ નહીં. છતાં પણ હું એ લોકો ના હસે એટલે તેમને વધારે પકાવવા બીજા કોમેડી જોક્સ પાસ કરું આથી પછી તેઓ એમ વિચારે કે તેઓ જો નહીં હસશે તો હું વધારાનો જોક્સ પાસ કરીશ એનાની બચવા હવે તો હસી જ લઈએ એમ કરીને જૂઠું જૂઠું હસતાં. મને ખબર જ હોય કે આ લોકો જૂઠું હસે છે પણ એ હાસ્યની પણ એક મજા હતી.’

  • ઘણીવાર એવું પણ બનતું કે હું મિત્રોને હસાવવાની કોશિશ કરું પણ ફેઇલ પણ જાઉં : સંજય હળપતિ

24 વર્ષીય સંજય જણાવે છે કે, ‘હું કોલેજમાં હતો ત્યારે મને પ્રોફેસરની કે કોઈ એક્ટરની મિમિકરી કરવાની આદત હતી. મારા ગૃપમાં આજે પણ મારું નામ પડે તો પહેલા એ લોકોના ચહેરા પર સ્માઇલ જ આવે કેમ કે હું કોલેજમાં હતો ત્યારે ગ્રૂપમાં જોક્સ ક્રેક કરવાની આદત હતી. ઘણીવાર એવું પણ બનતું કે હું મિત્રોને હસાવવાની કોશિશ કરું પણ ફેઇલ પણ જાઉં, હું જોક કરું તો એ લોકો હસે પણ નહીં. અને મારા જોક્સ પર એ લોકો ના હસે અને પછી બધાના મોંઢા જોઈને હું બીજો જોક ક્રેક કરું એટલે કોઈકવાર એવી પણ કોમેટ મળતી કે સંજય બસ યાર, તારા જોક્સ બસ કર!!!

Most Popular

To Top