


સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સંતો, ભાવિક ભક્તો અને બાળકોએ રાષ્ટ્રધ્વજને સલામી આપી; રાષ્ટ્રની ઉન્નતિ અને વિશ્વશાંતિ માટે પ્રાર્થના
વડોદરા: ભારતના 80મા સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે અટલાદરા સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે દેશભક્તિ અને ભક્તિભાવનો અનોખો સંગમ જોવા મળ્યો હતો. સવારે શણગાર આરતી બાદ મંદિરના પૂજ્ય સંતો મંદિરના પટાંગણમાં એકત્ર થયા હતા.
પ્રભુ ભક્તિ બાદ પૂજ્ય સંતો સાથે ભાવિક ભક્તો અને બાળકોએ રાષ્ટ્રધ્વજ ફરકાવી રાષ્ટ્રની ઉન્નતિ અને વિશ્વશાંતિ માટે પ્રાર્થના કરી હતી. આ પ્રસંગે સૌએ રાષ્ટ્રની આન, બાન અને શાન સમા તિરંગાને સલામી આપી દેશ પ્રત્યેની પોતાની લાગણી અને પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
ભક્તિ સાથે દેશભક્તિનો સંદેશ આપતા આ કાર્યક્રમમાં મંદિર પરિસરમાં રાષ્ટ્રપ્રેમ અને આધ્યાત્મિકતાનો સુંદર માહોલ સર્જાયો હતો.