Business

દાહોદ જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ

દાહોદ, તા.૫
જિલ્લામાં ગુજરાત વહીવટી સેવા,વર્ગ ૧, મુલ્કી સેવા,વર્ગ ૧/૨ તથા નગરપાલીકા મુખ્ય અધિકારી વર્ગ ૨ની પ્રિલિમરી પરીક્ષાના સુચારુ આયોજનને લઈને સમિતિની બેઠક યોજાઈ. જિલ્લામાં તા.૦૭મી જાન્યુઆરી ૨૪ના રોજ સવારે ૧૦ થી બપોરે ૦૧ તથા સાંજે ૩ થી ૬ કલાકે યોજાનાર પરીક્ષામાં કુલ ૨૦ પરીક્ષા કેન્દ્રો અને ૨૩૯ બ્લોક પર કુલ ૫૭૩૪ ઉમેદવારો પરીક્ષામાં બેસશે. રાજ્યમાં આગામી તા.૦૭મી જાન્યુઆરી ૨૦૨૪ ના રોજ સવારે ૧૦ થી બપોરે ૦૧ તથા સાંજે ૩ થી ૬ કલાકે ગુજરાત વહીવટી સેવા,વર્ગ ૧, મુલ્કી સેવા,વર્ગ ૧/૨ તથા ગુજરાત નગરપાલીકા મુખ્ય અધિકારી સેવા, વર્ગ ૨ની પ્રિલિમરી પરીક્ષા યોજાશે.જિલ્લા કલેકટરશ્રી ડો હર્ષિત ગોસાવીના અધ્યક્ષસ્થાને દાહોદ,કલેક્ટર કચેરી,સભાખંડ ખાતે સબંધિત અધિકારીગણ સાથે પરીક્ષા સમિતિની બેઠક યોજાઈ હતી.

Most Popular

To Top