Gujarat Main

છાણી ફ્લાય ઓવર બ્રિજ 8 દિવસ માટે બંધ કરાયો…

  1. સૈનિક છાત્રાલય સર્કલથી અભિલાષા ચાર રસ્તા, ચાણક્યપુરી ચાર રસ્તા, સમા જલારામ મંદિર ત્રણ રસ્તા, એબેક્સ સર્કલ, સમા સાવલી રોડ દુમાડ બ્રિજ થઈ ફર્ટિલાઇઝર બ્રિજ તરફ અવરજવર કરી શકશે
  2. છાણી ફોર્ચ્યુન ગેટવે ત્રણ રસ્તા જય અંબે ડેરીથી છાણી, સમા કેનલ રોડ થઈ , સમા કેનાલ ત્રણ રસ્તાથી ડાબી બાજુ વળી, સમા સાવલી રોડ દુમાડ બ્રિજ થઈ ફર્ટિલાઇઝર બ્રિજ તરફ અવર-જવર કરી શકશે
  • બુલેટ ટ્રેનની કામગીરીના પગલે આ બ્રિજ ઉપરથી વાહનવ્યવહાર (Transportation)ઉપર રોક લગાવ
  • 12 ફેબ્રુઆરી સુધી આ કામગીરી ચાલશે
    (પ્રતિનિધિ) વડોદરા, તા. 5
    શહેરના એક પ્રવેશદ્વાર એવા છાણી ફ્લાય ઓવરને વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યો છે. બુલેટ ટ્રેન માટેના બ્રિજની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે જેના કારણે આ બ્રિજ ઉપર 8 દિવસ સુધી વાહન વ્યવહાર ઉપર રોક લગાવવામાં આવી છે. વાહનચાલકોએ દુમાડ ચોકડીથી શહેરમાં પ્રવેશ કરવો પડશે.
    બુલેટ ટ્રેનની કામગીરી હાલ પુરજોશમાં ચાલી રહી છે. છાયાપુરી સ્ટેશન નજીક ટ્રેન માટેનો બ્રિજ તૈયાર થઇ ગયો છે. ત્યારે હવે છાણી ફ્લાય ઓવર પાસે તેની કામગીરી હાથ ધરવામાં આવશે. આ કામગીરીના પગલે છાણી ફ્લાય ઓવર 5 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી સુધી બંધ કરવામાં આવ્યો છે. સોમવારે સવારથી જ જીએસએફસી ચોકડી ખાતેથી જ પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો. તો રામાકાકાની દહેરી પાસેથી ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. 8 દિવસ સુધી આ ફ્લાય ઓવર બંધ રહેશે. ત્યારે આણંદ – વાસદ તરફથી આવતા વાહનોએ દુમાડ ચોકડીથી શહેરમાં પ્રવેશ મેળવવાનો રહેશે. તો તે તરફ જતા વાહનોએ પણ દુમાડ ચોકડીથી જ જવું પડશે. કામગીરી પૂર્ણ થયા બાદ આ બ્રિજ પુનઃ કાર્યાન્વિત( Re-enacted)કરવામાં આવશે.
  • છાયાપુરી રેલવે સ્ટેશન જતા લોકો અટવાયા
    સોમવારે સવારથી છાણી ફ્લાય ઓવર ઉપરનો વાહનવ્યવહાર બંધ કરવામાં આવ્યો હતો. રામાકાકાની ડહેલી નજીકથી વાહનવ્યવહાર બંધ કરાયો હતો ઉપરાંત આ વિસ્તારમાં કોઈ સાઈન બોર્ડ કે ડાયવર્ઝન માટેના બોર્ડ પણ લગાવવામાં આવ્યાં હતા જેના કારણે છાયાપુરી રેલવે સ્ટેશન તરફ જતા અનેક લોકો અટવાઈ પડ્યા હતા. કેટલાકે તો છેક પહોંચ્યા બાદ પરત ફરવું પડ્યું હતુ
    પ્રતિબંધિત રસ્તો ટુવ્હીલ, ફોરવ્હીલ વાહનો માટે
    છાણી જકાતનાકા સર્કલ, રામાકાકા ડેરી, છાણી બસ સ્ટેન્ડ, છાણી છાયા પૂરી રેલવે ઓવરબ્રીજ ઉપર થઈ, ફર્ટિલાઈઝર બ્રિજ તરફ જતા ટુવ્હીલ, ફોરવ્હીલ વાહનો માટે
    વૈકલ્પિક વ્યવસ્થા
    છાણી જકાતનાકા સર્કલ, રામાકાકા ડેરી ,છાણી બસ સ્ટેન્ડ, છાણી બાજવા ટી પોઇન્ટ ચેક પોસ્ટ થી ડાબી બાજુ વળી બાજવા જવાના રસ્તે રેલવે ગરનાડુ પસાર કરીને તરત જ જમણી બાજુ બુલેટ ટ્રેન અલાઈનમેન્ટ તરફ, છાયાપુરી ગરનાળાથી ડાબી બાજુ સર્વિસ રોડ થઈ ફર્ટિલાઇઝર બ્રિજ તરફ ફક્ત જઈ શકશે. ફર્ટીલાઇઝર બ્રિજથી છાણી તરફ જતા તમામ પ્રકારના વાહનો દુમાડ બ્રિજ થઈ શહેરમાં પ્રવેશ કરી શકશે.
    પ્રતિબંધિત રસ્તો ભારદારી વાહનો, એસટી બસો માટે
    ફતેગંજ સર્કલ થી નિઝામપુરા રોડ, મહેસાણા નગર સર્કલ, સૈનિક છાત્રાલય સર્કલ, છાણી જકાતનાકા સર્કલ, રામાકાકા ડેરી, છાણી બસ સ્ટેન્ડ, છાણી છાયાપુરી રેલવે ઓવરબ્રીજ ઉપર થઈ ફર્ટિલાઇઝર બ્રિજ તરફ જતા વાહનો માટે
    વૈકલ્પિક વ્યવસ્થા
    1.ફતેગંજ બ્રિજ નીચેથી જૂના વુડા સર્કલ , ઇએમઇ સર્કલ, એલએન્ડટી સર્કલ, અમિત નગર બ્રિજ નીચેથી ડાબી બાજુ વળી ઊર્મિ બ્રિજ ત્રણ રસ્તા એબેકસ સર્કલ, સમા સાવલી રોડ , દુમાડ બ્રિજ થઈ ફર્ટિલાઇઝર બ્રિજ તરફ અવરજવર કરી શકશે

Most Popular

To Top