Entertainment

3 ઇડિયટ્સ ફિલ્મ સાથે કનેક્ટ નથી કરી શક્તા અસલ લાઇફના રેંચો, કહ્યું…

નવી દિલ્હી: બોલિવૂડ સ્ટાર (Bollywood star) આમિર ખાનની (Aamir Khan) ફિલ્મ ‘3 ઈડિયટ્સ’ (3 idiots) સૌથી લોકપ્રિય હિન્દી ફિલ્મોમાંની (Hindi movies) એક છે. વિદ્યાર્થીઓના જીવન પર આધારિત આ ફિલ્મે માત્ર ભારતીયો જ નહીં પરંતુ આંતરરાષ્ટ્રીય દર્શકોને પણ ખૂબ પ્રભાવિત (Impressed) કર્યા છે.

આમિરની ફિલ્મ ખાસ કરીને ચીન અને દક્ષિણ કોરિયામાં પસંદ કરવામાં આવી હતી. ફિલ્મમાં આમિરનું મુખ્ય પાત્ર ‘રેંચો’ હજી પણ લોકોનું ફેવરિટ છે અને તેની લોકપ્રિયતા ખુબ મોટા પ્રમાણમાં છે. રેંચોનું પાત્ર સોનમ વાંગચુક પર આધારિત છે. જેઓ હાલ એન્જિનિયર, વૈજ્ઞાનિક અને શિક્ષણમાં પરિવર્તન માટે કામ કરી રહ્યા છે.

રેન્ચો બેશક ભારતીય સિનેમાના સૌથી આઇકોનિક પાત્રોમાંનું એક છે. પરંતુ શું સોનમ આ પાત્રને બાકીના દર્શકો જેટલું પસંદ કરે છે? હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં સોનમ વાંગચુકે આ મુદ્દે પોતાના વિચાર રજુ કર્યા હતા. તેમણે કહ્યું કે તેમણે ફિલ્મ જોઈ છે અને તેઓને ફિલ્મમાં દર્શાવાયેલો મેસેજ પણ ગમ્યો છે. પરંતુ સોનમે એમ પણ કહ્યું કે તે આ ફિલ્મ સાથે કનેક્ટ કરી શકતા નથી. આ સાથે જ સોનમે આનું કારણ પણ જણાવ્યું હતું.

સોનમ ‘રાંચો’ સાથે કેમ જોડાઈ શકતા નથી?
એક ઈન્ટરવ્યુમાં જ્યારે સોનમ વાંગચુકને પૂછવામાં આવ્યું કે શું તેમણે આમિર ખાન સ્ટારર ‘3 ઈડિયટ્સ’ જોઈ છે કે નહીં? તો તેમણે કહ્યું, ‘હા, મેં જોઈ હતી’. જ્યારે તેમને ફિલ્મ જોવાના અનુભવ વિષે પુછવામાં આવ્યું તો તેઓએ કહ્યું, ‘મને આ ફિલ્મ ગમી, તેમાં ખૂબ જ સારો સંદેશ આપવામાં આવ્યો છે.’

ત્યાર બાદ તેમને સવાલ પુછવામાં આવ્યો કે સોનમ શા માટે નકારે છે કે તેઓ ફિલ્મમાં બતાવ્યા પ્રમાણે નથી? આ સવાલના જવાબમાં સોનમ પહેલા થોડા ખચકાયા અને પછી હસીને બોલ્યા, ‘હું શું કહું, કોઈએ મને અગાવ કહ્યું હતું કે હું ફિલ્મમાં દર્શાવવામાં આવેલા પાત્ર કરતાં ઘણો સુંદર છું. હું મારી જાતને ફિલ્મી રેંચો સાથે કેવી રીતે જોડી શકું!’

2009માં 3 ઈડિયટ્સ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી
રાજકુમાર હિરાની દ્વારા દિગ્દર્શિત ‘3 ઈડિયટ્સ’ 2009માં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી અને તેને ભારે સફળતા મળી હતી. વિધુ વિનોદ ચોપરા દ્વારા નિર્મિત આ ફિલ્મમાં આમિર સાથે આર માધવન અને શરમન જોશી જોવા મળ્યા હતા. 2013 સુધી ‘3 ઈડિયટ્સ’ ભારતની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ રહી હતી. તે માત્ર બોક્સ ઓફિસ પર જ નહી પરંતુ વર્લ્ડ વાઇડ ઘણી સક્સેસ થઇ હતી. તેમજ આ ફિલ્મએ 3 નેશનલ એવોર્ડ પણ જીત્યા હતા.

Most Popular

To Top