Vadodara

કિશનવાડીમાંથી કચરાનું ડંપિંગ યાર્ડ હટાવવા માગ 

  • યુથ કોંગ્રેસ દ્વારા કચરાની હોળી કરવાનો કાર્યક્રમ અપાયો 
  • પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરાઈ 

શહેરના કિશનવાડીમાંથી કચરાનું ડંપિંગ યાર્ડ હટાવવા અનેક રજૂઆતો કરવામાં આવી છે છતાં કોઈ ઉકેલ ન આવતા સોમવારે યુથ કોંગ્રેસ દ્વારા કચરાની હોળી કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો જો કે પોલીસ દ્વારા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. 

શહેરના પૂર્વ વિસ્તારમાં કિશનવાડીમાંથી કચરાનું ડંપિંગ યાર્ડ હટાવવા માટે ભૂતકાળમાં અનેક રજૂઆતો કરવામાં આવી છે. પરંતુ આ ડંપિંગ યાર્ડ હટાવાતું નથી. વિસ્તારમાં 1 લાખથી વધુની વસ્તી વચ્ચે કચરો ઠાલવવામાં આવી રહયો છે જેના પગલે યુથ કોંગ્રેસ દ્વારા તેનો વિરોધ કરવામાં આવ્યો હતો. અસહ્ય દુર્ગંધના કારણે આસપાસના રહીશો ત્રસ્ત થઇ ઉઠ્યા છે. જેના પગલે યુથ કોંગ્રેસે કચરાની હોળી કરવાનો કાર્યક્રમ આપવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકરો યાર્ડ ખાતે પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કર્યા હતા. કાર્યકરોએ કોર્પોરેશનની હે હે બોલાવી હતી. જો કે કચરાની હોળીનો કાર્યક્રમ અપાય તે પૂર્વે પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી. પોલીસે કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા, કાર્યકરો નિખિલ સોલંકી, યશ રાજપૂત, ફૈઝલ વોહરા, નિરાલી જાદવની અટકાયત કરી હતી. 

Most Popular

To Top