Entertainment

કામણગારી નથી પણ બહુ કામની છે રાધિકા

 રાધિકાને નસીબદાર તો ગણવી જોઇએ. ‘વિક્રમ વેધા’માં તે સૈફ અલી ખાનની પત્ની તરીકે જોવા મળશે. રાધિકાએ ધાર્યુ ન હશે પણ તે શરૂથી અત્યાર સુધીમાં અનેક મોટા સ્ટાર સાથે મોટી ફિલ્મોમાં આવી ચુકી છે. આમ તે જરાય ગ્લેમરસ નથી છતાં તેની સાથે આ બન્યું છે. ‘રકત ચરિત્ર’ની બંને ફિલ્મોની નંદિનીએ કમર્શીઅલ ફિલ્મો અને વધારે ક્રિયેટિવિટીવાળી ફિલ્મો વચ્ચે મેળ પાડયો છે. આ કારણે ‘ધોની’, ‘બદલાપૂર’, ‘કબાલી’, ‘લસ્ટ સ્ટોરીઝ’, ‘અંધાધૂન’, ‘પેડમેન’ ફિલ્મો એક તરફ છે તો બીજી તરફ ‘અંતહીન’, ‘આઇ એમ’, ‘શોર ઇન ધ સિટી’, ‘મામી: ધ માઉન્ટ મેન’ જેવી ફિલ્મો છે. તેણે ‘સેક્રેડ ગેમ્સ’, ‘ઘોલ’, ‘ઓકે કમ્પ્યુટર’ જેવી વેબસિરીઝ પણ છે.

આવતા મહિને તેની ‘શાંતારામ’ સિરીઝ આવશે. રાધિકાની કદાચ ખાસ વાત એ છે કે તે જુદા જુદા પ્રકારના પાત્રો ભજવવા તૈયાર રહે છે. તે હોરર ફિલ્મમાં પણ આવે અને સોશ્યલ ફિલ્મમાં પણ આવે, એકશન ફિલ્મમાં અને કોમેડી ફિલ્મમાં પણ હોય. તે આ બધું કરે છે કારણકે તે મરાઠી અને અંગ્રેજી નાટકોમાં કામ કર્યા પછી ફિલ્મોમાં આવી છે. અત્યારે પણ ‘વિક્રમ વેધા’ પછી તે ‘મોનિકા, ઓ માય ડાર્લિંગ’ માં તે રાજકુમાર સાથે આવશે. ‘ફોરેન્સિક’ માં તે વિક્રાંત મેરપ્સી સાથે છે. રાધિકાનું બેનેડિકટ ટેયલર સાથેનું  લગ્નજીવન પણ વિત્યા એક દાયકાથી સારું જઇ રહ્યું છે. રાધિકા તેની કારકિર્દીમાં એકદમ પ્રોફેશનલી આગળ વધી રહી છે ને એ જ તેના માટે પ્લસ પોઇન્ટ છે. •

Most Popular

To Top