વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક તારીખ ૫ જુલાઈ ૨૦૨૫ના શનિવારે સાંજે ૪:૩૦ કલાકે સમિતિ ખંડમાં યોજાઈ હતી. બેઠકમાં ચીફ ઓડિટરથી લઈને મિકેનિકલ વિભાગ, IT શાખા અને સેન્ટ્રલ સ્ટોર ખાતાના પગલાઓને મંજૂરી આપવા માટે નિર્ણય લેવાયો. મહાનગરપાલિકા માટે ૧૫મા નાણાંપંચ હેઠળ ૨૦ એસ્કેવેટર લોડરની ખરીદી માટે અગાઉ ટેન્ડર પ્રક્રિયા યોજાઈ હતી. જેમાં ૧૦ મશીનો માટે મંજૂરી મળી હતી. હવે બાકીના ૧૦ મશીનો માટે મેયંત્રમેન ઓટોમેક પ્રા. લિ. પાસેથી GeM Portal પર મૂળ રકમથીથી ૩૭.૭૬% ઓછા દરે રૂ.૨.૪૫ કરોડથી વધુ ખર્ચે ખરીદ માટે ભલામણ કરવામાં આવી હતી તે મંજૂર કરી દેવાઈ છે. પાલિકાની વિવિધ શાખાઓ અને વોર્ડ ઓફિસોમાં ઇન્ટરનેટ કનેક્ટિવિટી સુનિશ્ચિત કરવા માટે BSNL પાસેથી ૩ વર્ષ માટે લીઝલાઇન સેવા રૂ.૫૨.૩૪ લાખ + GST ના કુલ ખર્ચે લેવાના કામને મંજૂરી મળી છે. ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધસદૃશ સ્થિતિના કારણે મહાનગરપાલિકાએ તાત્કાલિક જરૂરિયાતમાં મે. અક્ષત કન્સલ્ટન્ટ એલએલપી પાસેથી ૪૦૦૦ રૂપિયાના દરે માસ્ક અને ૫૦૦૦ રૂપિયાના દરે ૨૦ પ્રોટેક્ટિવ સુટ કુલ રૂ.૧.૮૦ લાખના ખર્ચે ખરીદ્યા હતા. સામાન્ય ટેન્ડર પ્રક્રિયા વિના આ ખરીદી કરાતા હવે તે ખર્ચને પણ સર્વાનુમતે મંજુરી આપી દેવાઈ છે.
