કાલોલ :
સીઝનના પહેલા વરસાદે કાલોલ પંથકમાં ભારે શોક વ્યાપ્યો છે. કાલોલ તાલુકાના મોકળ ગામના સરપંચ નિખાલસ વ્યક્તિત્વ ધરાવનાર સંજયસિંહ બળવંતસિંહ ચૌહાણનું વીજળી પડવાથી અકાળે મૃત્યુ થયું છે . આજ સાંજે તેઓ પોતાના ઘરે આવી રહ્યા હતા ત્યારે વીજળી પડવાથી તેઓનું મોત નિપજ્યું હોવાની વિગતો મળી રહી છે. રેફરલ હોસ્પિટલમાં તેઓના પરિવારજનો ને સાંત્વના આપવા સાંસદ રાજપાલસિંહ જાદવ અને કાલોલ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ સહિત અગ્રણીઓ દોડી આવ્યા છે.
