SURAT

‘તમારું બાળક સ્કૂલમાં સેફ નથી’, સુરતની 90 ટકા શાળામાં આ વસ્તુ જ નથી

સુરત(Surat) : શાળામાં (Schools) બાળકો ભણવા જતા હોય ત્યારે વાલીઓને એવી નિરાંત હોય છે કે તેમનું બાળક શાળામાં સુરક્ષિત હોય છે, પરંતુ જો તમને કોઈ કહે કે શાળામાં તમારું બાળક સુરક્ષિત નથી તો? હા, સુરતની 90 ટકા શાળામાં બાળકો સેફ નથી. કારણ કે શહેરની 207 પૈકી 187 સ્કૂલ ફાયર સેફ્ટીની એનઓસી (Fire Safety NOC) ધરાવતી નથી.

આ મામલે આજે સુરત આમ આદમી પાર્ટીના (AAP) નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષના સભ્યની આગેવાનીમાં એક મોરચો કાઢવામાં આવ્યો હતો અને સુરત જિલ્લા કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું. વિપક્ષના સભ્ય રાકેશ હીરપરાએ આ બાબતે કલેક્ટરનું ધ્યાન દોરવા સાથે ફરિયાદ કરી હતી કે, સ્કૂલ જેવી જાહેર સંસ્થામાં ફાયરની એનઓસી નહીં હોવી એ ગંભીર બાબત છે. આ સાથે જ હીરપરાએ સુરતની સરકારી અને ખાનગી શાળાઓમાં વાલીઓ સ્પષ્ટ રીતે જોઈ શકે તે માટે ફાયર એનઓસી પ્રદર્શિત કરવાની માંગ કરી હતી.

સ્કૂલોમાં સુપ્રીમની ગાઈડલાઈનનું પાલન થતું નથી: રાકેશ હીરપરા
સુરત આમ આદમી પાર્ટીના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષના સભ્ય રાકેશ હીરપરાએ કહ્યું કે, સુપ્રીમ અને હાઇકોર્ટના આદેશ અને ગાઈડલાઈનની સુરતની સરકારી અને ખાનગી શાળાઓમાં પાલન થતું નથી. શહેરની 207 પૈકીની 187 સરકારી શાળાઓમાં તો ફાયર એનઓસી જ નથી. તાત્કાલિક ધોરણે શાળાઓમાં ફાયર એનઓસી પ્રદર્શિત કરવામાં આવે તેવી માંગ જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી કરી છે.

તક્ષશિલાની ઘટના બાદ પણ સુરતની સ્કૂલોના સંચાલકોની ગંભીર લાપરવાહી
શહેરના સરથાણા વિસ્તારમાં ચાલતા ખાનગી એપાર્ટમેન્ટ તક્ષશિલામાં બનેલા અગ્નિકાંડ બાદ પણ તંત્ર જાગ્યું નથી. સુરતની સરકારી અને ખાનગી શાળાઓમાં ફાયર એનઓસી નો અભાવ છે. જે દાવો સુરત આમ આદમી પાર્ટીના નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વિપક્ષી સભ્ય રાકેશ હિરપરાએ કર્યો છે. હિરપરાએ કહ્યું કે સુરતની 207 પૈકી 187 જેટલી સરકારી શાળાઓમાં તો ફાયરની એનઓસી જ નથી. જેને લઇ શાળાઓમાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષા ને લઈને મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે.

Most Popular

To Top