Vadodara

પાડોશી સાથે દિવાલની તકરાર બાદ યુવાનનો મૃતદેહ મળી આવતા ચકચાર

વડોદરા : વડોદરા શહેરના તરસાલી ચોકડી પાસે આવેલ લેન્ડફિલ્ડ સાઈટ નજીકથી અજાણ્યા ઈસમનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ સ્થળ પર પહોંચી હતી.તપાસ દરમિયાન થોડા દિવસ પૂર્વે મકરપુરા પોલીસ મથકે આપેલ અરજી મુજબ ગુમ થયેલ વ્યક્તિનો જ આ મૃતદેહ હોવાનું જણાઈ આવતા રહસ્ય ઘેરાયું છે.સમગ્ર બાબતે પોલીસે મૃતદેહને પોસ્ટમોટમ અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર તરસાલી ચોકડી પાસે લેન્ડફિલ્ડ સાઈડ નજીકથી અજાણા ઈશમનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ દેખાતા સ્થળ પર લોક ટોળા એકત્ર થયા હતા.બનાવની જાણ પોલીસને કરવામાં આવતા મકરપુરા પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી.

તપાસ દરમિયાન તાજેતરમાં મકરપુરા વિસ્તારમાં રહેતા દિલીપકુમાર કુશવાહાની પત્નીએ મકરપુરા પોલીસ મથકે તેઓની ગુમ થયા હોવાની અરજી આપી હતી. આ દરમિયાન દિલીપકુમારનો મૃતદેહ મળી આવતા પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ બન્યા હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ દિલીપકુમાર અને તેના પાડોશી વચ્ચે દીવાલને લઈને ઝઘડો થયો હતો અને જે બાદ દિલીપ કુમારનું રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા શંકાના વાદળો ઘેરાયા છે.હાલ પોલીસે આ મામલે મૃતદેને પોસ્ટમોટમ અર્થે ખસેડી ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top