Columns

વિશુધ્ધ ચક્રથી યોગીરાજ બની જવાય

યોગ અને તંત્ર સાથે મળીને તંત્રયોગ થાય છે. તંત્ર મંત્રો દ્વારા યોગને સિદ્ધ કરે છે. મંત્રોની ઉપાસનાથી ષટ્ચક્રોની સિદ્ધિ મળે છે. રૂદ્રયામલ તંત્રના ૨૨ મા પટલમાં ષટ્ચક્ર નિરૂપણ થયું છે. મૂલાધાર ચક્ર : મૂલાધાર મહાપદ્મ છે. તે ચતુર્દલ છે. તેમાં ‘વ’ થી ‘સ’ સુધીના અક્ષરો (વ, શ, ષ, અને સ). આ ચક્ર સોનેરી છે. બ્રહ્મા તેના અધિષ્ઠાતા છે. આ ચક્ર પૃથ્વીનું ચક્ર છે અને ૐ સં ‘ બીજ છે. આ ચક્ર ગુદાના ભાગમાં આવેલું છે. કાકિની તેની દૈવી શક્તિ છે.

સ્વાધિષ્ઠાન ચક્ર : મૂલાધારથી ઉપર ઉપસ્થ પાસે આવેલું છે. તેના છ દલ છે. આ ચક્ર જળમય છે. તેનું ‘જં બીજ છે. વિષ્ણુ તેના અધિષ્ઠાતા છે અને ‘રાકિણી’ તેની દેવી છે. તે અત્યંત તેજવાળો છે. તેનો વર્ગ સિંદૂરિયો છે. મૂલાધાર ચક્રનો ભૂ-લોક છે, જ્યારે સ્વાધિષ્ઠાન ચક્રનો ‘ભુવઃ’ લોક છે. આ ચક્રનો રંગ સફેદ છે. “બ” થી ‘લ’ સુધીના અક્ષરો આ ચક્રમાં છે એટલે કે – બ, ભં, મું, ય, ર, લું.

મણિપુર ચક્ર : મણિપુરમાં દસ પાંખડીઓ છે. તેનું સ્થાન નાભિ પાસે છે. તેનો વર્ણ નીલ છે, ‘સ્વરૂ ‘લોક છે અને ‘ડે’ થી ‘ફ’ સુધીના અક્ષરો તેમાં આવેલા છે-એટલે કે ડ, ઢ, ણ, ત, થ, દ, ધ,ન, ૫,ફ. આ. ચક્ર અનિચક્ર છે. દ્રયામલ તંત્ર કહે છે કે તેનું તેજ કરોડો મણિ જેવું છે. લાકિની તેની દૈવી શક્તિ છે. આ ચક્રમાં લાકિની સાથે રુદ્રનું ધ્યાન ધરવું. આમ કરવાથી જીવનમુક્ત થવાય છે, તેમાં કોઈ શંકા નથી.
लाकिनीसहितं रुद्रं ध्यायेद् योगादिसिद्धये।
महामोक्षपदं दृष्ट्वा जीवन्मुक्तो भवेद् ध्रुवम् ॥
(રુદ્રયામલ તંત્ર, ૨૨-૭)

અનાહત ચક્ર : અનાહત ચક્રનું સ્થાન હૃદયમાં છે, તેને ૧૨ પાંદડી છે, તેનો વર્ણ બંધુક પુષ્પ જેવો એટલે કે અરુણ રંગનો છે, ‘મહે:’ લોક તેનો લોક છે. ‘ક’ થી ‘ઠ’ સુધીના અક્ષરો આ ચક્રમાં આવે છે એટલે કે – કે, ખ, ગ, ઘં, છું, ચં, છે, જે. ઝં, શું અને ટં, ઠે. આ ચક્રના અધિષ્ઠાતા ઇશાન દ્ધ છે. કાકિની તેની દૈવી શક્તિ છે. આ ચક્રનો તત્ત્વરંગ ધુમ છે. આ ચક્રનું બીજ ‘જે છે અને વાયુ તત્ત્વ છે. વિશુદ્ધ ચક્ર :- વિશદ્ધ ચક્ર કંઠમાં આવેલું છે. તેમાં સોળ સ્વરો આવેલા છે. જનલોક તેનો લોક છે. આકાશ તત્ત્વ છે, ‘ૐ બીજ છે. તેનો વર્ણ ધુમ્ર છે. આ ચક્રમાં પંચવગ્ન શિવ બિરાજમાન છે અને સાકિની (કે શાકિની) તેની દૈવી છે. આ ચક્રની ઉપાસના કરતાં શિવતત્ત્વ પ્રાપ્ત થાય છે. રુદ્રયામલ તંત્રનું કથન છે કે આ ચક્રથી યોગીરાજ બની જવાય છે :- 1

तदूर्ध्वं षोडशोल्लास-दले साक्षात् सदाशिवम् ।
महादेवं साकिनीगं कण्ठे ध्यात्वा शिवो भवेत् ॥
विशुद्धाख्यं महापुण्यं धर्मार्थकाममोक्षदम् ।
धुम्रं धूमाकरं विद्युत्पुजं भजति योगिराट् ॥
(રુદ્રયામલ તંત્ર, ૨૨, ૯-૧૦)
બે ભ્રમરની વચ્ચે હિમ, કન્દ, પુષ્ય અને ચંદ્ર જેવું દ્વિદલ છે. તે હંસસ્થાન છે. ત્યાં આજ્ઞાચક્ર છે. આ ચક્રનો લોક તપઃ લોક છે. હ અને તેના વર્ણ છે. હ શિવ છે, ક્ષ શિવા છે. ‘મહત’ તેનું તત્ત્વ છે. કંઠે બીજ છે. આ ચક્રના અધિષ્ઠાતા શિવ છે તથા હાકિની દૈવી શક્તિ છે. કેડમાં રહેલી કુંડલિનીને આજ્ઞાચક્રમાં પ્રકાશના કરોડો ચંદ્ર જેવા તેજસ્વી બિંદુ પર ધ્યાન કેન્દ્ર કરવાથી યોગી બની શકાય છે. પછી આજ્ઞાચક્રથી સહસ્રાર તરફ કુંડલિનીને લઈ જવી જોઈએ. ઓપીયોનાં સન્મ તીર્થો ;

Most Popular

To Top