Charchapatra

પાણી વિશે ચિંતા કરો

પૃથ્વી પરનું પાણી કુદરતે બક્ષેલ અદ્દભૂત રસાયણ છે. આપણા માટે તે જીવનદાતા છે. આપણા દેશમાં એક તરફ સંપત્તિ વધતી જાય છે અને બીજી તરફ પાણીનું સંકટ વધતુ જાય છે. દેશમાં ઘણી નદીઓ હોવા છતાં પાણીનો અભાવ ઉભો થાય છે. પાણીનું સંકટ સૌથી અગત્યની સમસ્યા છે. જો તે નહિ હોય તો પ્રાણ પણ નહીં ટકે. નદીઓનું મોટાભાગનું પાણી દરિયામાં વહી જાય છે. પાણી જમીનમાં ઉતરે તેની સાથે નદીનો પ્રવાહ ચાલુ રહેવો જોઇએ નદી કિનારે વૃક્ષો ઉછેરવા જોઇએ જે વૃક્ષના મૂળ જમીનમાં પાણીને રોકી રાખે છે. પાણીની સમસ્યા હલ કરવામાં સરકાર ઉપરાંત આમજનતાની પણ સંયુકત રીતે જવાબદારી છે. પાણીનો ખોટી રીતે બગાડ કે દૂર ઉપયોગ નહી કરતા કરકસરથી વપરાશ કરવો જોઇએ. પીવાના પાણીને શુધ્ધિકરણ કરવા આર.ઓ. ફિલ્ટરનો ઉપયોગ કરે છે, આથી લગભગ 75 ટકા પાણી અશુધ્ધ તરીકે વહેવડાવી દેવામાં આવે છે. આા પાણીનો દૂર ઉપયોગ અટકાવી તેવાં પાણીને કપડાં તથા વાસણો ધોવામાં કે પોતુ કરવામાં તેમજ ફૂલછોડના કૂંડાઓમાં વાપરી શકાય. ગરીબ પ્રજાઓને પીવાનું પાણી મેળવવા ઘણો જ શ્રમ કરવો પડે છે તેઓને જળસેવા તરીકે આપવું જોઇએ.
સુરત     – ભૂપેન્દ્ર સી. મારફતિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

નાગરીક ધર્મને શા પક્ષનો ધર્મ
‘ગુજરાત મિત્ર’નાં અંકમાં કાર્તિકેય ભટ્ટનો નાગરીક ધર્મ વિશેનો લેખ વાંચ્યો. તેમની વાત ગળે ઉતરે તેવી છે. પર્યાવરણ, શિક્ષણ, ટ્રાફિક સમસ્યા, પાણી, વગેરે સમસ્યાઓ અંગે નાગરીકો રજૂઆત નથી કરતા તેવું નથી. દા.ત. ડી.જે.વાગતી વખતે યજમાનને કહીએ તો તકરાર થાય. પોલીસને કહીએ તો સાંભળે નહીં. રસ્તાઓ પરના ખાડાનાં કારણે થતા અકસ્માતો તંત્રના ધ્યાનમાં નહીં આવતા હોય ? રખડતાં ઢોરનાં કારણ રાહદારી નિર્દોષ લોકોનાં મોત બાબત તંત્રની કોઈ જવાબદારી જ નથી ? લોકો રસ્તા પર ઉતરી આવે, ટ્રાફિક જામ કરે, ગાંધીનગરમાં રેલીઓ કરે છતાં તંત્રે સાંભળવાનું જ નહીં ? સમગ્ર તંત્ર ચૂંટણીલક્ષી પ્રોજેકટ લોકાર્પણમાં જ વ્યસ્ત છે. સામાન્ય નાગરીકોની રજૂઆતની કોઈ કિંમત જ નથી. સમેત શિખર બાબતે જૈનોની રેલીઓ, વિરોધને હજુ માંડ અઠવાડિયું થયું હશે ત્યારે કેન્દ્રીય મંત્રી સાથે જૈનોની મુલાકાત બાદ સરકારે તરત જ જૈન સમુદાયનો મુદ્દો સ્વીકારી લીધાની જાહેરાત કરી. અંબાજીના પ્રસાદ કહેશે પણ એવું થયું શાસન પર ધર્મોનો પ્રભાવ છે, લોકોનો નહીં.
પાલનપુર  – અશ્વિનકુમાર ન. કારીઆ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top