Sports

ટીમ ઈન્ડિયાની ફાઈનલમાં પહોંચશે? બાંગ્લાદેશ સિરીઝ બાદ સમજો વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનું ગણિત

નવી દિલ્હી: ભારતે (India) બાંગ્લાદેશને (Bangladesh) હરાવી જીત (Win) હાંસિલ કરી છે. ટીમ ઈન્ડિયાએ બે ટેસ્ટ મેચની (Test Match) શ્રેણીમાં 2-0થી જીત મેળવી છે. વર્ષ 2022માં ભારતની આ છેલ્લી શ્રેણી હતી, જેમાં તેણે જીત મેળવી હતી. હવે ટીમ ઈન્ડિયાની નજર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની (World Test Championship) ફાઈનલ (Final) પર ટકેલી છે, કારણ કે આ સિરીઝ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા ઘણી મજબૂત થઈ ગઈ છે. બાંગ્લાદેશ સામે 2-0થી મળેલી જીત બાદ ટીમ ઈન્ડિયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં નંબર-2 પર પહોંચી ગઈ છે. હવે માત્ર ઓસ્ટ્રેલિયા જ તેનાથી આગળ છે, જેની સામે ભારતે ઘરઆંગણે જ ટેસ્ટ સિરીઝ રમશે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાની ફાઇનલમાં પહોંચવાની તક નક્કી જ છે.

ટીમ ઈન્ડિયાએ કેવી રીતે મેળવ્યો રેન્ક?
જ્યારે ભારતે બાંગ્લાદેશ સામે પ્રથમ ટેસ્ટ મેચ જીતી ત્યારે તે નંબર-3 પર હતી. હવે 2-0ની જીતની સાથે ઓસ્ટ્રેલિયાના હાથે દક્ષિણ આફ્રિકાની હારને કારણે ટીમ ઈન્ડિયાને આ ફાયદો મળ્યો છે. શ્રેણી સમાપ્ત થયા પછી, ભારતની જીતની ટકાવારી વધીને 58.93 ટકા થઈ ગઈ છે, જ્યારે દક્ષિણ આફ્રિકા 54.55 જીતની ટકાવારી સાથે ત્રીજા નંબર પર છે. આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં ટીમ ઈન્ડિયાએ 8 મેચ જીતી છે, 4 મેચ હારી છે અને 2 મેચ ડ્રો પણ થઈ છે. ટીમ ઈન્ડિયાએ અત્યાર સુધી 5 સિરીઝ રમી છે, જ્યારે તેને પેનલ્ટીમાં પણ પાંચ પોઈન્ટ ગુમાવ્યા છે.

કેવી રીતે પહોંચશે ટીમ ઈન્ડિયા ફાઇનલમાં?
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો અંતિમ પોઈન્ટ ટેબલમાં ટોપ-2 ટીમમાં છે. ગત વખતે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ફાઈનલ હતી, જેમાં ન્યુઝીલેન્ડનો વિજય થયો હતો. ટીમ ઈન્ડિયાએ આ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં હજુ 4 મેચ રમવાની છે, જે ઓસ્ટ્રેલિયા સામે થવાની છે. આવી સ્થિતિમાં જો ટીમ ઈન્ડિયાને ફાઇનલમાં પોતાની જીત સુનિશ્ચિત કરવી હોય તો તેણે ઓસ્ટ્રેલિયાને સીરીઝમાં હરાવવી પડશે. જો ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે 4-0થી હરાવે છે, તો તેની જીતની ટકાવારી 68.1% થશે અને તે ફાઈનલમાં પહોંચવાનું નિશ્ચિત થઈ જશે. જોકે ઓસ્ટ્રેલિયાને હરાવવું એટલું સરળ નથી અને અહીં ટીમ ઈન્ડિયાને જીતવા માટે મહેનત કરવી પડશે.

Most Popular

To Top