જૂન મહિનામાં અમેરિકા અને ઈરાન વચ્ચે એક સમજૂતી થઈ હતી, જેનો ઉદ્દેશ્ય લડાઈ અટકાવવાનો, હોર્મુઝની ખાડીને વેપાર માટે ખુલ્લી રાખવાનો અને વધુ વાટાઘાટો માટે ૬૦ દિવસનો સમય મેળવવાનો હતો. પરંતુ આ કરાર ટક્યો નહીં. આજે અમેરિકા અને ઈરાન ફરી એકબીજા પર મિસાઈલ અને ડ્રોન હુમલા કરી રહ્યા છે અને વેપાર માર્ગો બંધ થઈ ગયા છે.
આ નિષ્ફળતા આશ્ચર્યજનક નથી. આ કરારે બંને દેશો વચ્ચેના સૌથી મોટા અને ગંભીર વિવાદોના મૂળ સુધી જઈને ઉકેલ લાવવાને બદલે માત્ર મુદ્દાઓને મુલતવી રાખ્યા હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આ કાર્યશૈલી રહી છે. ગાઝા સંઘર્ષ અને ‘અબ્રાહમ અકોર્ડ્સ’માં પણ આ જ ટ્રાન્ઝેક્શનલ નીતિ અપનાવવામાં આવી હતી, જેમાં તમામ પક્ષોને ટૂંકા ગાળાના ફાયદા તો મળ્યા, પરંતુ પેલેસ્ટાઇન જેવા મૂળભૂત પ્રશ્નો વણઉકેલાયેલા રહ્યા.
ટ્રાન્ઝેક્શનલ કૂટનીતિ શું છે અને તેની મર્યાદાઓ શું છે?
જ્યારે નેતાઓ લાંબા ગાળાના સંસ્થાગત માળખાં કે નીતિઓ ઊભી કરવાને બદલે માત્ર વ્યક્તિગત સંબંધો અને તાત્કાલિક કરારો પર ધ્યાન કેન્દ્રિત કરે છે, ત્યારે તેને ટ્રાન્ઝેક્શનલ કૂટનીતિ (Transactional Diplomacy) કહેવામાં આવે છે. આ રીતે નેતાઓ ઝડપી પરિણામો લાવ્યા હોવાનો દેખાવ કરી શકે છે અને લાંબી કૂટનીતિક પ્રક્રિયા વિના તાત્કાલિક તણાવ ઘટાડી શકે છે. પરંતુ આ સંઘર્ષનો કાયમી ઉકેલ નથી. જ્યારે અંદરથી વિવાદો સળગતા રહે છે, ત્યારે તે ગમે ત્યારે મોટા વિસ્ફોટમાં ફેરવાઈ શકે છે. વર્તમાન સમય ઘણી રીતે ૧૯૧૪ના પ્રથમ વિશ્વયુદ્ધ પૂર્વેના સમય જેવો લાગે છે.
તે સમયે પણ યુરોપિયન નેતાઓ લાંબા ગાળાની શાંતિના નિયમોને અવગણીને માત્ર ટૂંકા ગાળાના વ્યૂહાત્મક ફાયદા અને રાજકીય શ્રેય મેળવવા પાછળ દોડ્યા હતા. જ્યારે એક નાની ઘટના બની, ત્યારે આખી વ્યવસ્થા વેરવિખેર થઈ ગઈ અને લાખો લોકોએ જીવ ગુમાવ્યા. આજે મધ્યપૂર્વમાં પણ અલગ-અલગ દેશોના જૂથો મજબૂત બની રહ્યા છે અને અવિશ્વાસનું વાતાવરણ ઊભું થઈ રહ્યું છે, જે ભવિષ્યમાં મોટા યુદ્ધનું જોખમ ઊભું કરી શકે છે.
ગલ્ફ દેશોના નેતાઓ શરૂઆતમાં ટ્રમ્પની આ સોદાબાજીની શૈલીથી ખુશ હતા, કારણ કે તેમને વ્હાઇટ હાઉસ સુધી સીધી પહોંચ મળી રહી હતી. પરંતુ જ્યારે ઇઝરાયેલ દ્વારા કતાર પર હુમલા અને ત્યારબાદ અમેરિકા-ઈરાન વચ્ચેના સીધા યુદ્ધ જેવી વાસ્તવિક કટોકટી ઊભી થઈ, ત્યારે આ ગલ્ફ દેશોને સમજાયું કે વ્હાઇટ હાઉસ સાથેના વેપારી સંબંધો તેમને સુરક્ષાની કોઈ ગેરંટી આપતા નથી. ઈરાને જવાબી હુમલા કરીને ગલ્ફ દેશોના ઊર્જા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શિપિંગ માર્ગોને ભારે નુકસાન પહોંચાડ્યું. કાયમી ઉકેલ શું હોઈ શકે? માત્ર મર્યાદિત સોદાબાજી કરવાથી મધ્યપૂર્વમાં ક્યારેય શાંતિ નહીં આવે. કાયમી શાંતિ માટે વ્યાપક રાજકીય સમજૂતી જરૂરી છે. ઈરાન તેના પરમાણુ કાર્યક્રમ અને યુરેનિયમ સંવર્ધન પર મર્યાદા સ્વીકારે, તેના બદલામાં તેને આર્થિક પ્રતિબંધોમાં રાહત મળવી જોઈએ.
અમેરિકા અને ઇઝરાયેલે નવા હુમલા નહીં કરવા અંગે વિશ્વસનીય ખાતરી આપવી જોઈએ. હોર્મુઝની ખાડીમાં જહાજોની મુક્ત અવરજવર સુનિશ્ચિત કરવા માટે મજબૂત અને સર્વસ્વીકૃત નિયમો ઘડવા જોઈએ. રાન અને ગલ્ફ દેશો સહિત મધ્યપૂર્વના તમામ દેશોએ પરસ્પર આક્રમણ નહીં કરવાના અને એકબીજાના આંતરિક મામલાઓમાં હસ્તક્ષેપ નહીં કરવાના સિદ્ધાંતો પર કામ કરવું જોઈએ. જો આ પ્રકારનું વ્યાપક માળખું ઊભું કરવામાં નહીં આવે, તો આ પ્રદેશ કાયમી સંઘર્ષની સ્થિતિમાં ધકેલાઈ જશે, જે વૈશ્વિક અર્થવ્યવસ્થા અને સમગ્ર વિશ્વ માટે નુકસાનકારક સાબિત થશે.
આ વૈશ્વિક ઉથલપાથલ અને બદલાતા સમીકરણો વચ્ચે એક વાત સ્પષ્ટ છે કે માત્ર વેપારી સોદાઓ કે અસ્થાયી કરારોથી કાયમી શાંતિ અથવા આર્થિક સ્થિરતા પ્રાપ્ત થઈ શકતી નથી. મધ્યપૂર્વથી લઈને વૈશ્વિક બજાર સુધીના તમામ પ્રદેશોમાં કાયમી શાંતિ અને સહકાર સ્થાપવા માટે વ્યાપક સંસ્થાગત માળખાં, પારદર્શક નીતિઓ અને પરસ્પર વિશ્વાસ પર આધારિત દીર્ઘકાલીન રણનીતિ અપનાવવી અનિવાર્ય છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.