Business

રીહાન્ના કેમ અંબાણીના પ્રી-વેડિંગ ફંકશનમાં નાચી? માત્ર તગડી ફી માટે કે પછી બીજું કોઈ કારણ છે…

મુંબઈ(Mumbai): એશિયાના (Asia) સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીના (Mukesh Ambani) પુત્ર અનંત અંબાણી (Anant Ambani) 12 જુલાઈ 2024ના રોજ રાધિકા મર્ચન્ટ (Radhika Marchant) સાથે લગ્ન (Merriage) કરવા જઈ રહ્યા છે.

આ અગાઉ ગઈ તા. 1 માર્ચથી 3 માર્ચ સુધી અનંત-રાધિકાની પ્રી-વેડિંગ (Anant-Radhika’s pre-wedding) ઇવેન્ટ ગુજરાતના (Gujarat) જામનગરમાં (Jamnagar) થઈ હતી, જેની વિશ્વભરમાં ચર્ચા થઈ હતી. ભારત અને વિદેશની પ્રખ્યાત હસ્તીઓએ તેમાં ભાગ લીધો હતો, જેમાં વૈશ્વિક હોલિવુડની પોપ સ્ટાર રીહાન્નાનો (Hollywood pop star Rihanna) પણ સમાવેશ થાય છે.

અહેવાલો અનુસાર, અંબાણીના પ્રી-વેડિંગ ફંકશનમાં પર્ફોમન્સ માટે રીહાન્નાને ધરખમ ફી મળી હતી. પરંતુ શું તગડી ફી જ એકમાત્ર કારણ છે જેના માટે રિહાન્નાએ ભારતમાં શો કર્યો?. ના, ખરેખર મુકેશ અંબાણીની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ સાથે પણ રીહાન્નાનું મોટું બિઝનેસ કનેક્શન છે.

અબજોપતિ પોપ સિંગર રીહાન્નાને 74 કરોડ રૂપિયા મળ્યા!
રીહાનાના નામને કોઈ ઓળખની જરૂર નથી. આ અબજોપતિ સિંગર તેના શો માટે ખૂબ ફી લે છે. રીહાન્નાને અનંત-રાધિકા પ્રી-વેડિંગ ઈવેન્ટમાં તેના અભિનય માટે અંબાણીએ લગભગ 74 કરોડ રૂપિયા આપ્યા છે. રીહાન્ના વિશ્વની સૌથી મોંઘી પોપ સિંગર્સ પૈકીની એક છે અને તેની કુલ સંપત્તિ અંદાજે 1.4 બિલિયન ડોલર છે. જેમાં તેના સ્ટેજ શોની આવક સાથે તેની કંપનીની આવકનો મોટો હિસ્સો સામેલ છે.

આ છે રીહાનાનું અંબાણી સાથેનું કનેક્શન
મુકેશ અંબાણીના ફેમિલી ફંક્શનમાં રીહાનાની એન્ટ્રીને લઈને મોટાભાગના લોકો એવું જ વિચારતા હશે કે તેણે કરોડો રૂપિયાની આટલી મોટી ફી માટે જ ભારતમાં આ પરફોર્મન્સ આપ્યું છે. પરંતુ માત્ર ફી જ નહીં પરંતુ અંબાણી સાથે રીહાનાનું બિઝનેસ કનેક્શન પણ તેની પાછળનું કારણ હોઈ શકે છે. ખરેખર, અંબાણીની કંપની રિલાયન્સ રિટેલ જે ભારતની સૌથી મોટી રિટેલ સેલર છે, તે પણ રીહાના સાથે જોડાયેલી છે. પોપ સ્ટાર રીહાન્નાની નેટવર્થનો મોટો હિસ્સો તેની કંપની ફેન્ટી બ્યુટીની આવકમાંથી આવે છે, તે જ કંપની રિલાયન્સની મદદથી ભારતમાં બિઝનેસ કરી રહી છે.

રીહાન્ના રિલાયન્સની મદદથી તેના ઉત્પાદનોનું ભારતમાં વેચાણ કરે છે
રીહાન્ના ફેન્ટી બ્યુટી કોસ્મેટિક ઉત્પાદનોની લક્ઝુરીયસ કેટેગરી ઓફર કરે છે અને વિશ્વના બીજા સૌથી ધનિક વ્યક્તિ ફ્રેન્ચ અબજોપતિ બર્નાર્ડ આર્નોલ્ટની કંપની LVMH સાથે ભાગીદારીમાં બિઝનેસ કરે છે. રીહાન્નાની ફેન્ટી બ્યુટી લાઇનમાં 91 કોસ્મેટિક ઉત્પાદનોનો સમાવેશ થાય છે, જે ફક્ત LVMH ના સેફોરા સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. ફેન્ટી બ્યુટી પ્રોડક્ટ્સ હાલમાં સમગ્ર યુ.એસ., કેનેડા, મેક્સિકો, ફ્રાન્સ, સ્પેન, ડેનમાર્ક, સ્વીડન, થાઈલેન્ડ, મલેશિયા, ઓસ્ટ્રેલિયા, સિંગાપોર તેમજ ભારતમાં સેફોરા સ્ટોર્સ પર ઉપલબ્ધ છે. દેશમાં સેફોરા સ્ટોર્સ મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડ (RRVL) દ્વારા હસ્તગત કરવામાં આવ્યા છે.

મુકેશ અંબાણીની કંપની રિલાયન્સે ગયા વર્ષે સેફોરા સ્ટોર્સ હસ્તગત કરી હતી
ગયા વર્ષે નવેમ્બર 2023માં રિટેલ બિઝનેસનું એક્સપાન્શન કરતી વખતે રિલાયન્સ રિટેલે અરવિંદ ફેશન નામની અન્ય એક ગુજરાત સ્થિત ફેશન કંપનીને હસ્તગત કરી હતી. રિલાયન્સે અરવિંદ ફેશનની બ્યુટી બ્રાન્ડ ડિવિઝન ખરીદી હતી. ખાસ વાત એ છે કે રિલાયન્સ દ્વારા સંચાલિત અરવિંદ ફેશનના બ્યુટી બ્રાન્ડ વિભાગમાં સેફોરા સ્ટોર્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ એક્વિઝેશન હેઠળ રિલાયન્સે અરવિંદ ફેશન પાસેથી ભારતમાં 26 સેફોરા સ્ટોર્સ હસ્તગત કર્યા હતા, જેમાં રિહાન્નાની કંપનીના ઉત્પાદનો વેચાય છે.

Most Popular

To Top