Comments

આપણે કયાં જઇ રહ્યા છીએ?

महात्मा गांधी पर कंगना रनौत ने उठाए सवाल, बापू नहीं थे अच्छे पिता और पति –  AAjtime

એક અભિનેત્રીએ આઝાદીની ચળવળ માટે કહેલી વાતે આ સપ્તાહે મોટા સમાચારનું સ્વરૂપ ધારણ કર્યું છે. તેને કંઇક એવું લાગ્યું છે કે ભારતની આઝાદી કંઇક ભીખ માંગવા સમાન હતી અને સાચી આઝાદી 2014 પછી જ આવી છે. તેનું આ નિવેદન ચાર ચાર દિવસ પછી પણ સોશ્યલ મીડિયા અને અન્ય મીડિયામાં છવાયેલું રહ્યું. આ પહેલાં એક મુખ્ય સમાચાર એ હતા કે એક ફિલ્મસ્ટારના દીકરાને કેન્દ્રની નાર્કોટિક એજન્સીએ તેની પાસેથી કોઇ કેફી પદાર્થ કે ડ્રગ્ઝ નહીં છતાં તેને કેદમાં રાખ્યો હતો. આ સમાચારે લગભગ ત્રણ સપ્તાહ સુધી વર્ચસ્વ ભોગવ્યું. મતલબ કે આ સમગ્ર ગાળા દરમ્યાન આ ઘટના ટી.વી.ના વિવાદમાં મુખ્ય વિષય બની રહી. મારા નવા પુસ્તક માટે મેં બે સૌથી મોટા અંગ્રેજી સમાચાર નેટવર્કના ન્યૂઝ કવરેજની બાબતમાં થોડું સંશોધન કર્યું. ઓગસ્ટ 2020 માં રિપબ્લિક ટી.વી.ના 45 વાદવિવાદ કાર્યક્રમમાંથી 38 સુશાંતસિંહ રાજપુતના આપઘાત વિશે હતા. ‘ટાઇમ્સ નાઉ’માં 35 આવા કાર્યક્રમ સુશાંતસિંહ રાજપુત અને તેની ગર્લ ફ્રેન્ડ વિશે હતા.

વિહંગ ઝુમલે અને ક્રિસ્ટોફ જેફ્રેલોટે આવા જ એક અભ્યાસમાં મે-2017 થી એપ્રિલ 2020 સુધીની રિપબ્લિક ટી.વી.ની સામગ્રીનું વિશ્લેષણ કર્યું. કુલ 1779 વાદવિવાદ કાર્યક્રમમાંથી અડધોઅડધમાં વિરોધ પક્ષોની ટીકા હતી અને સરકારની કયાંય ટીકા નહોતી થતી. મારે અહીં જે કંઇ કહેવું છે તે રાજકીય મુદ્દો નથી પણ આપણા સૌથી મોટાં મીડિયા સાધનોની પ્રકૃતિ વિશે કહેવું છે.

સામગ્રી વાણીવિલાસ, ક્ષુલ્લક અને અતિશયોકિતભરી છે. હજી થોડો સમય પહેલાં જેને માટે ઉત્કટ લાગણી થતી હતી તેવા સમાચાર ભૂલીને બીજા સમાચાર પર જતા મીડિયા હાઉસોને પણ આ બધું દેખાય છે. સુશાંત સિંહ રાજપુતનાં ખૂન કે શશી થરૂરનાં પત્નીનાં ખૂન વિશે આપણે કેટલા સમાચાર જોયા? એક પણ નહીં. મીડિયા હવે આર્યન ખાન અને પછી કંગના રણૌત તરફ વળ્યું છે અને કાલે કંઇ બીજું પકડશે. તેઓ આ કામ કઇ રીતે અને ઇરાદાપૂર્વક કરે છે અને તે તેમનાં દર્શકો મતલબ કે આપણા માટે કરે છે અને આપણી રસૃવત્તિના પ્રતિભાવમાં તે આ કામ કરે છે.

જયાં મૂળભૂત તફાવત પાડવામાં આવે છે ત્યાં આ સમસ્યા નથી અને આપણે મીડિયાની વાહિયાત સામગ્રીને હસી કાઢી શકીએ તેમ છીએ. જયાં આયુષ્ય મર્યાદા વધુ છે, બાળ મરણનું પ્રમાણ ઓછું છે, રોજગારી અને વેતનનું પ્રમાણ વધુ છે, જાતીય સમાનતા વધુ છે, ગુનાખોરી ઓછી છે, વ્યકિતગત સ્વાતંત્ર્ય વધુ છે અને સક્રિય ન્યાયતંત્ર છે. તેવા દેશોમાં મીડિયા આવી અક્કલ વગરની વાતો કરે તો ચાલે. લોકો અને ખાસ કરીને ગરીબ અને નબળા વર્ગનાં લોકોનાં જીવનને મીડિયા શું બતાવવાનું પસંદ કરે છે તેનાથી કંઇ ફેર પડતો નથી.

આયુષ્યમર્યાદાની બાબતમાં ભારતનો ક્રમ વિશ્વમાં 136 મો છે. જે નેપાળ અને ઇરાક કરતાં પણ પછી છે. મધ્યપ્રદેશ જેવાં રાજયોમાં આપણે બાળમરણ દર યમન અને સુદાન કરતાં ય ખરાબ છે અને બેરોજગારીનું પ્રમાણ આઝાદી પછી 2018 માં સૌથી વધુ હતું. 2013 ની સરખામણીમાં 2021 માં પાંચ કરોડ ઓછા લોકો કામ કરે છે. આ સમયગાળામાં કામ કરવાને સક્ષમ લોકોનું પ્રમાણ 13 કરોડ ઘટયું છે. કોઇ પણ અર્થપૂર્ણ ધોરણોએ ભારતીયોનું જીવન અન્ય લોકશાહી દેશોની સરખામણીમાં નબળું છે, પણ તેનું આપણા મીડિયામાં પ્રતિબિંબ નથી પડતું. આ આપણને રસ પડે તેવો વિષય નથી કેમ?

મીડિયાને દોષ દઇ શકાય તેમ નથી. તેમના હેતુની ચર્ચા કરવાનો કોઇ મુદ્દો નથી. તેમને સમાચાર માત્ર શું લોકો છે તે નક્કી કરવાનું તેમને સ્વાતંત્ર્ય છે. તેઓ આપણને કયા સમાચાર બતાવવા માંગે છે તે નક્કી કરવાની આપને આઝાદી છે. આપણામાંથી મોટા ભાગનાને લાગે કે તેમણે આપણને જે બતાવ્યું તે અક્કલ વગરનું અને આપણા સમયને પાત્ર ન હતું તો આપણે તેને નહીં જોઇએ. પણ એવું નથી થતું! આઝાદીની લડત વિશેના એક અભિનેત્રીના મંતવ્ય વિશેના આ અઠવાડિયાના સમાચાર જેવી ક્ષુલ્લક અને હાસ્યાસ્પદ બાબતો મહત્ત્વની બની રહે છે અને તે અન્ય સમાચાર ન હોવાને કારણે નહીં! પ્રધાનોએ કહ્યું કે દેશની 60 ટકા એટલે કે 80 કરોડની વસ્તીને છ કિલો અનાજ અને દાળ ગયા વર્ષથી અપાતાં હતાં તે નવેમ્બરના અંતથી બંધ થશે.

સરકારી મોજણી પ્રમાણે કુપોષણનું પ્રમાણ ઘણાં રાજયોમાં અને તેમાંય કેટલાંક રાજયોમાં 15 વર્ષમાં સૌથી વધુ હોવાનું વધ્યું છે, પણ આપણને તેની ઝાઝી ચિંતા નથી, જેટલી ટી.વી.માં ગઇ કાલે બતાવાયેલી અને આજે બતાવાનારી સામગ્રી પ્રત્યે છે. આપણે રાષ્ટ્રવાદના એક તબક્કામાંથી પસાર થઇ રહ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે છતાં આપણી માથાદીઠ એકંદર ઘરેલુ આવક બાંગ્લા દેશ કરતાં ઓછી છે. તેનો આપણને ગુસ્સો નથી. આપણે જેને અરુણાચલ પ્રદેશ અને દક્ષિણ તિબેટ કહીએ છીએ ત્યાં ચીન ગામ વસાવી રહ્યું છે તે સમાચારોને કંગના રણૌત પછીના સ્થાને મહત્ત્વ અપાય છે. છેલ્લાં થોડાંક વર્ષોની ઘટનાઓએ આપણે કયાં આવ્યા છીએ અને કયાં જઇ રહ્યાં છીએ તેનો નિરાશાવાદ વાજબી છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top