Charchapatra

સ્ટ્રીટ ડોગ ફ્રી સીટી કયારે?

શહેરમાં શેરી મહોલ્લા, સોસાયટીઓ અને છેક સ્મશાનઘાટ, હોસ્પિટલોની કોરીડોર, લગ્ન સમારંભોમાં પણ રખડતાં કૂતરાઓથી સુરત શહેરનો રહેવાસી ત્રાહિમામ્ થઇ ગયો છે. ચૂંટણીઓના પડઘમ સંભળાઇ રહયા છે ત્યારે એકાદ વિપક્ષની પાર્ટીએ અનેકો સગવડ રાહત દરેકે મફત કરી આપવા સાથે રખડતાં ઢોરના અને રખડતાં કૂતરાઓની સમસ્યાનું નિરાકરણ કરવા માટેનું ચૂંટણી વચન લેખિતમાં પ્રસિધ્ધ કરી દીધું છે ત્યારે અમારા જેવા જાગૃત મતદાતાઓને મફત કે રાહતમાં કશું જોઇતું નથી.

ફકત રખડતાં કૂતરાઓ અને ઢોરથી મુકત કરે તેવી પાર્ટીને મત આપવા મન બનાવી રહયું છે. રખડતાં ઢોર કૂતરાઓની સમસ્યાના નિરાકરણ અર્થે લાખો કરોડો રૂપિયાના કૌભાંડ થઇ જાય છે. મતદાતાઓ અને તેનાં પરિવારજનો બાળકો સહિત દિવસમાં કે રાત્રીના સમયે બહાર નીકળતાં પહેલાં રખડતાં કૂતરાંઓ ઢોરથી ડરીને બહાર નીકળતાં થયાં છે. છતાં સત્તાધારીઓ જાગતા નથી. જીવદયા પ્રેમીઓને સાથે રાખીને જો સમસ્યાનું નિરાકરણ કરવામાં આવે તો મોટી સેવા શહેરીજનોની કરી લેખાશે.

સુરત     – પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top