Entertainment

નોરાની ફત્તેહ ક્યારે?

નોરા ફતેહી શું મલ્લિકા શેરાવત, સની લિયોનીની જેમ જ સેન્સેશન બનીને ભુલાઈ જશે? ગયા મહિને ઓરેન્જ બોડીકોન ડ્રેસમાં ઈન્સ્ટાગ્રામ પર છવાઈ ગયેલી તે ખરું. ‘ડાન્સ દિવાને જુનિયર્સ’માં તે એક જજ તરીકે આવેલી. તેની સાથે નીતુ કપૂર પણ જજ હતી એટલે નોરાએ સેન્સેશનલ બનવા આ રસ્તો અપનાવેલો. કેટલીક અભિનેત્રીઓ તેની સેન્સેશનલ બનવાની આવડત પર જ ટકતી હોય છે. મૂળ કેનેડાની નોરાને આવું બધું બહુ આવડે છે. 2014માં તે હિન્દી ફિલ્મોમાં આવેલી અને ત્યાર પછી તે અનેક ફિલ્મોમાં આવી પણ ગીતો પૂરતી જ.

તેનું ‘દિલબર’(સત્યમેવ જયતે) એક કો કમ જિંદગી (મરજાવાં) કમરીયા (સ્ત્રી), કુસુ કુસુ (સત્યમેવ જયતે-2) ઉપરાંત ‘સ્ટ્રીટ ડાન્સર થ્રીડી’માં વરુણ ધવન, શ્રધ્ધાકપૂર સાથે અને ‘ભુજ:ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’માં અજય દેવગણ ભેગી પણ દેખાયેલી. નોરા બ્યુટીફૂલ છે તેની ના નથી પણ ડાન્સર તરીકે જ ખ્યાતિ ધરાવે છે. તેના ‘દિલબર’ગીતને યુટ્યુબ પર 20 લાખ વ્યુઝ મળેલા અને તે પહેલા 24 કલાકમાં જ. યુટ્યુબ પર નોરા જોવાતી હોય તો તેની સેક્સી ઈમેજને કારણે છે. એટલે જ તે ફિલ્મોથી વધારે મ્યુઝિક વિડીયોઝ ઉપરાંત વેબસિરિઝ, વેબ મુવીઝમાં દેખાય છે. આજના સમયમાં નોરાની વેલ્યુ છે પણ તેથી તેને ફિલ્મોમાં વેલ્યુ નથી મળતી. તે બાહુબલી-ધ બિગનીંગ,‘બાટલા હાઉસ’, ‘સ્ત્રી’માં આઈટમ ગર્લ જ હતી.

એટલે જ તે જીતે જ મ્યુઝિક વિડિયો પણ બનાવે છે. તે આ રીતે ચાલી જશે. ઉત્તેજના જગાવનારી દેરક ચાલી છે તો નોરામાં શું વાંધો? તેને કોઈ સારી ભૂમિકામાં ચમકાવવાનું સાહસ કરે અને તે સ્વયં પડકાર ઉપાડી લે તો કદાચ તેની કારકિર્દી જરૂર બદલાઈ શકે, બાકી આઈટમ ગર્લ કેટલું ચાલી શકે? યોર્ક યુનિવર્સિટીની ગ્રેજ્યુએટ રહેલી નોરા પણ આ વાસ્તવિકતા જાણતી જ હશે. તે પોલિટિકલ સાયન્સ અને ઈન્ટરનેશનલ સ્ટડીઝ ભણી ચૂકી છે. બ્યુટી સાથે બ્રેઈન ધરાવતી નોરાને હિન્દી બોલવાનું બહુ ફાવતું નથી. બાકી તેનો ચહેરો તો હિન્દી ફિલ્મોમાં ચાલી જાય એવો છે. તેણે હવે પોતાના માટે કશુંક નવું ઉમેરવાની જરૂર છે. •

Most Popular

To Top