Entertainment

સંજના શું બનશે આંધી?

હવે બે – ત્રણ દાયકાની કારકિર્દી ધરાવનારી અભિનેત્રી ઓછી આવે છે.ઉનાળાના તડકામાં બરફગોલો ચૂસતા હો તો અડધો તો ઝડપભેર ગળી જાય. આજકાલની અભિનેત્રીનું એવું જ છે. આ કારણે જ નવી નવી અભિનેત્રીઓને તક મળતી રહે છે. સંજના સાંધીનું નામ પણ તેમાં ઉમેરી લેવા જેવું છે. જો કે તે 2011ની રોક સ્ટારથી ફિલ્મમાં છે પણ એ ફિલ્મ રણબીર કપૂર અને નરગીસ ફકરીને વધારે ફોકસ કરતી હતી પણ ત્યાં તે થોભી નથી ગઇ. ‘દિલ બેચારા’ સુધી પહોંચતાં તે સુશાંત સીંઘ રાજપૂતની હીરોઇન બની ગયેલી. હવે તે ‘ધક ધક’ ગર્લ બની ગઈ છે.

તાપસી પન્નુ નિર્મિત ફિલ્મ છે અને સ્વયં તાપસી નથી. તેણે આ ફિલ્મમાં સંજના જ નહીં ફાતિમા સનાશેખ, દિયા મિર્ઝાને પણ તક આપી છે. બીજી ફિલ્મ અનિરુદ્ધ રોય ચૌધરીના દિગ્દર્શનમાં બની રહી છે. સંજના કોઇ ટોપ સ્ટાર્સની હીરોઇન નથી પણ પોતાની મહત્તા જેમાં સ્થપાય તેમાં કામ કરે છે. આ તેને કાયમી અભિગમ નથી પરંતુ અત્યારે અખતરા કરી રહી છે. સંજના કહે છે કે ધક ધક ’ એવી મનોરંજક ફિલ્મ છે કે તમે ભૂલી નહીં શકશો. એ ફિલ્મમાં ભરપૂર પ્રેમ, હાસ્ય અને મસ્તી સાથે સાહસ છે. એ ફિલ્મમાં તે અન્ય ત્રણ અભિનેત્રી સાથે બાઈક પર નીકળી છે.

સંજના કહે છે કે આ ફિલ્મ આ વર્ષે જ રજૂ થવાની છે. રજૂ થયા પછી સંજના પોતાની ખાસ જગ્યા જુએ છે. ‘રોકસ્ટાર’થી આજ સુધીની કારકિર્દીમાં તે કુલ છ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. ગયા વર્ષે તેની ‘રાષ્ટ્રકવચઓન’ ફિલ્મ આવી હતી જેમાં આદિત્ય રોય કપૂર હતો. તે પોતાને આ હીરો સાથે જ વધારે કમ્ફર્ટ અનુભવે છે. વરુણ ધવન, શાહીદ કપૂર, ટાઈગર શ્રોફ, રણબીર કૂપર તેના ફેવરીટ લિસ્ટમાં છે. સંજનાના સૌંદર્યમાં એક સાદગી છે પણ તે ગ્લેમરસ ભૂમિકા માટે પણ તૈયાર છે. દિલ્હીમાં જન્મેલી સંજના આટલો વખતમાં ફિલ્મજગતની ડિમાંડને સમજી ચૂકી છે.

તે કહે છે કે કોઇ એક પ્રકારની ઇમેજમાં બંધાવું અહીં નુકસાનકારક છે. દરેક ફિલ્મ જુદી ડિમાંડ કરે છે અને તે માટે હું તૈયાર છું. તે એમ પણ કહે છે કે સલમાન, શાહરૂખ, આમીરખાન સાથે કામ કરવાનું જરૂર ગમે, પણ તેઓ હવે વધારે ફિલ્મોમાં કામ કરતા નથી અને તેમની ફિલ્મોને બનતાં વધારે સમય લાગી જાય છે.એવી ફિલ્મ સંજય લીલા ભણશાલી યા રાજકુમાર હીરાનીની હોય તો સમય જાય તેનો વાંધો નહીં.આવા ફિલ્મમેકરો કોઇનીય કારકિર્દીને બદલી શકે છે. સંજના ખુશ છે કે તેને અત્યાર સુધી સારી ફિલ્મો મળી છે. •

Most Popular

To Top