Entertainment

સાંઈ માંજરેકર આપશે ટક્કર

સાંઈ માંજરેકર પર ઘણાની નજર છે. એક તો તે સારી એકટ્રેસ છે ને બીજું કે તે દિગ્દર્શક – અભિનેતા મહેશ માંજરેકરની દિકરી છે. ત્રીજું કે તે પોતે પણ મહત્વાકાંક્ષી છે. તેને શરૂથી જ સારી તક મળી રહી છે અને હરણાં તેની પાસે ચચ્ચાર ફિલ્મ છે. હિન્દીમાં જેની કુલ બે જ ફિલ્મ રજૂ થઈ હોય તેને ચાર ફિલ્મ મળે તો તમારે તેની પર નજર તો રાખવી પડે. તે મરાઠી છે અને આવતી કાલે માધુરી દિક્ષીતની જગ્યા ભરશે. એવું કોઈ કહેતું નથી પણ તે પોતાને દરેક પ્રકારની ફિલ્મમાં ઢાળવા તૈયાર છે.

તેની આવી તૈયારી હતી એટલે જ સલમાનખાનની ‘દબંગ-3’ માં તે હતી. અલબત્ત, સલમાનમાં નવી નવી હીરોઈનનાં ફરીશ્તા બનવું ઘણું ગમે છે જેમ હમણાં ‘કિસીકા ભાઈ કિસીકી જાન’માં પલક તિવારી અને શહેનાઝ કૌર ગીલને તક આપેલી તેમ સાઈ માંજરેકરને આપેલી. પણ સાઈ કાંઈ સલમાનના આધારે જ આગળ વધે એવી નથી. આ કારણેજ સાઉથની ‘મેજર’માં અદિવી શેષ સાથે આવી હતી. ભલે તેમાં શોભિતા ધૂલીપાલા હતી પણ સાંઈની ય જગ્યા હતી. હવે તે કુછ ખટ્ટા હો જાયે સાથે તૈયાર છે. તેમાં તે ગુરુ રંઘાવા અને અનુપમ ખેર સાથે છે.

આ ફિલ્મ ફેબ્રુઆરીમાં રજૂ થવાની હતી પણ હવે નવી તારીખની રાહ જોવાય છે. બીજી છે. ‘રેડી – ચેપ્ટર-2’ અને તેમાં પણ ગુરુ રંઘાવા તો છે પણ સાઉથના એકટર પણ છે. ત્રીજી છે ‘ઔરો મેં કહાં દમ થા’ જે નીરજ પાંડેની ફિલ્મ છે અને અજય દેવગણ, તબુ છે. આ ઉપરાંત રામ પોથીનેની સાથેની તેની એક ઓર ફિલ્મ છે. સાઈ તેની દરેક ફિલ્મમાં મુખ્ય નાયિકા નથી પણ તેને એ વાતનો અફસોસ નથી. તે સમજે છે કે ફિલ્મ મોટી હોવી જોઈએ કારણકે તો જ પ્રેક્ષકોની નજરે ચડી શકાય છે. તે દરેક ફિલ્મે પોતાના સ્ટાર પોઈન્ટ વધારવામાં માને છે.

તે અત્યારે પિતા મહેશ માંજરેકરની ફિલ્મમાં પણ કામ કરવા માંગતી નથી. લોકોને તે એ વાતથી દૂર રાખવા માંગે છે હું મહેશ માંજરેકરની દિકરી હોવાને કારણે જ ફિલ્મોમાં નથી. તેની નજરમાં કાર્તિક આર્યન, રણબીર કપૂર, વરૂણ ધવન વગેરે પણ છે પરંતુ સ્ટારથી જ ઓળખાવું તેને પસંદ નથી. પોતે જે ફિલ્મમાં હોય તેમાં તેની નોંધ ન લેવાય તો ફક્ત ગ્લેમરવાળી ભૂમિકા કરવાનો અર્થ નથી. તે કહે છે કે હું મહેશ માંજરેકરની દિકરી હોવાથી ઘણાની નજરમાં છું પણ તે કારણે જ હું મારા કામમાં વધારે મહેનત લગાડું છું. ‘કુછ ખટ્ટા હો જાયે’ પર તેને ઘણો ભરોસો છે કારણ કે તે હીરા અને ઈરાની પ્રેમકહાણી છે.

તે કહે છે કે હમણાં રોમેન્ટિક ફિલ્મો ઓછી બને છે એ ખરું પણ આ ફિલ્મ આગ્રાના તાજમહલ પર ફિલ્માવી છે. સાંઈ મલ્ટીસ્ટારર ફિલ્માવી છે. સાંઈ મલ્ટીસ્ટારર ફિલ્મોથી હમણાં થોડી દૂર રહેવા માંગે છે પણ ટોપ સ્ટાર્સ હોય તો વિચાર બદલવા પણ તૈયાર છે. શરૂની કારકિર્દી આ રીતે જ બનતી હોય છે અને તે ક્યાંય અટકવા માંગતી નથી તેણે શરૂઆત પિતાની મરાઠી ફિલ્મથી કરેલી પણ મરાઠી ફિલ્મોથી દૂર રહે છે તે કહે છે કે મરાઠી ફિલ્મોની ના નથી પણ હમણાં હિન્દી અને પાન ઈન્ડિયા ફિલ્મ પર ફોક્સ જરૂરી છે. સાઈ પોતાનો રસ્તો શોધવામાં કુશળ છે ને જે રસ્તો પકડયો છે તેના પર તે મજબૂતીથી આગળ વધવા માંગે છે. •

Most Popular

To Top