Charchapatra

માણસ-માણસ વચ્ચે ભેદ શાનો?

કોઈ પણ માનવી આસ્તિક કે નાસ્તિક હોવા માત્રથી સારા ગુણો ધરાવે છે એ માન્યતા ભૂલભરેલી છે. સદીઓથી માનવીની આસ્તિક અને નાસ્તિક હોવા બાબતની માન્યતા અને ધારણા અલગ અલગ જોવા મળે છે. મારી અંગત માન્યતા મુજબ આસ્તિક હોવું એટલે કોઈ પણ વિષયમાં શ્રધ્ધા રાખીને કાર્યને આગળ ધપાવવું અને નાસ્તિક હોવું એટલે કોઈ પણ વિષયમાં તથ્ય/સત્ય જાણવા પરીક્ષણ બાદ જે પરિણામ આવે તેનો સ્વીકાર કરવો પડે.

અંતે તો આસ્તિક, નાસ્તિક દ્વારા કરવામાં આવતી પ્રવૃત્તિ અન્ય માનવીને બિનજરૂરી હેરાન પરેશાન કરે તેવી ન હોવી જોઈએ. આખરે તો કોઈ પણ માનવી આસ્તિક હોય કે નાસ્તિક તેનામાં અન્ય માનવી પ્રત્યે સ્વતંત્રતા, સમાનતા અને બંધુતા અંગે કેવી માનસિકતા છે તેનો આધાર રહેલો છે. આસ્તિક, નાસ્તિક હોવું દરેક માનવીની અંગત બાબત છે તેને રોજીરોટી સાથે સાંકળવા જોઈએ. માનવી બધા જ સરખા. માનવી માનવી પ્રત્યે ભેદભાવ રાખનારો આસ્તિક હોય કે નાસ્તિક શું ફેર પડે?
સુરત     – ચંદ્રકાંત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ફરી મહામારી ફેલાશે?
ડબલ્યુ. એચ. ઓ. એ ફરી ચેતવણી ઉચ્ચારી છે કે 2019 ની કોરોના જેવી મહામારી ફરી ટૂંક સમયમાં જ થઈ શકે તેમ છે. amazonનાં જંગલો તેમજ દુનિયાના દેશોમાં તેમ જ ખાસ કરીને  આફ્રિકાનાં જંગલોનો આડેધડ  સફાયો થતાં પ્રાણીઓ અને જંગલનાં જંતુઓ કે બેક્ટેરિયા માનવ વસ્તી તરફ આવી રહ્યાં છે તેને કારણે માણસોમાં રોગ ફેલાવાની શક્યતા વધી જવા પામી છે. ડબલ્યુ. એચ. ઓ. નું કહેવું છે કે 8-10 વર્ષમાં કે નજીકના ભવિષ્યમાં ફરી પાછી કોઈ ગંભીર મહામારીનો આપણે સામનો કરવો પડે તેવું વાતાવરણ તૈયાર થઈ રહ્યું છે.

જો હજુ પણ આપણે પર્યાવરણ તરફ બેદરકાર રહીશું તો પછી કુદરતી સંપત્તિનો વિનાશ કરનારા માનવી સામે કુદરત પણ  એટલી જ ક્રૂરતાથી બદલો લેશે તે વૈજ્ઞાનિક રીતે વિચારતાં  શક્ય લાગે છે. કારણ કે પૃથ્વીના વાતાવરણને ઠંડુ રાખનારાં વૃક્ષો જ ના રહેશે તો પછી માનવીની શું હાલત થશે તે કલ્પના માત્ર ધ્રુજાવનારી છે. કોરોના મહામારીને કારણે થયેલી તબાહી  હજુ ભુલાઈ નથી ત્યાં ડબલ્યુ. એચ. ઓ. ની આ ચેતવણી ફરી માનવીને ગંભીરતાથી વિચારતા કરી મૂકે તેવી છે.
સુરત     – વિજય તુઈવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top