Charchapatra

આકાશવાણી

વિવિધભારતી મુંબઈ પર ફરમાઇશના કાર્યક્રમ પત્ર, ઈ મેઈલ, ફોનીંગ પ્રોગ્રામ વર્ષો સુધી આવતા હતા. હાલ ત્રણ ચાર વર્ષથી આ કાર્યક્રમ બંધ છે. પરિવર્તનના નામે કાર્યક્રમ બંધ છે. રેડિયો એક એવું માધ્યમ છે કે રેડિયો પર જ ગીત સાંભળીને આનંદ થાય અને બહુજન સુખાય, બહુજન હિતાય સાર્થક થતું હતું. હવે ભૂતકાળ બની ગયો એવું જણાય રહ્યું છે.  FM gold दिल्ली પર WhatsApp msg મોકલી Farmice કરી ગીત સાંભળી શકાતાં હતાં, એ પણ બંધ થઈ ગયાં ગયા વર્ષે ગણપતિ ઉત્સવ વખતથી. 

એફએમ ગોલ્ડ મુંબઈ પર બપોરે 3 થી 4 ગુજરાતી ફિલ્મી અને ગૈર ફિલ્મી ગીતોનો what’s app msg કરી ગીતો સાંભળવા મળતાં એ પણ બંધ થઈ ગયાં. જે ગીતો બજારમાં સીડી, કેસેટમાં નથી મળતાં એ દુર્લભ ગીત, મુંબઈ એફએમ ગોલ્ડ પર સાંભળવા મળતાં હતાં. ઉર્દૂ સર્વિસ પર પહેલી અને બીજી સભામાં પત્રવાળી Farmice બંધ થઈ ગઈ. ચાલુ નથી કરતા.  અમદાવાદ વડોદરા કેન્દ્ર પર કોઈ ફરમાઇશનો કાર્યક્રમ રહ્યો જ નથી. અડધો કલાકના સહિયર કાર્યક્રમમાં ત્રણ ચાર ગીત Farmice થી એક દિવસ આવે છે, સમયમર્યાદાના લીધે આખું ગીત રજૂ થઈ ના શકે. સમજી શકાય.

વડોદરા વિવિધભારતી પર હેલ્લો વિવિધ ભારતી ફોનીંગ, અને चिट्ठी आई रे, પત્ર પર આધારિત Farmice રજૂ થાય છે, ગર્વની વાત છે કે બંને કાર્યક્રમમાં ભારતના કોઈ પણ રાજ્યમાંથી Farmice આવે છે અને શ્રોતા પણ ભાવવિભોર થઈ જાય છે. વડોદરાના સહિયરમાં પણ ગુજરાતી ગીતની ફરમાઇશ રજૂ થાય છે. સુરત વિવિધભારતી પર ફોનીંગ ફરમાઇશ રજૂ થાય છે.  તો પછી મુંબઈ વિવિધભારતી, એફએમ ગોલ્ડ મુંબઈ, એફએમ ગોલ્ડ દિલ્લીને ફરમાઇશ કાર્યક્રમ રજૂ કરવામાં શું વાંધો છે. રેડિયો પ્રસારણ શ્રોતાઓ માટે છે તો શ્રોતા ઈચ્છે છે કે ફરમાઇશના કાર્યક્રમ ફરી શરૂ થાય અને બહુજન સુખાય, બહુજન હિતાય સૂત્ર સાર્થક કરે.
સુરત     – જયંતી પટેલ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

સરગમ કે સિતારે સંગીતકાર સૂર્યનારાયણ ત્રિપાઠી
કમનશીબ, કમચર્ચિત સૂર્યનારાયણ ત્રિપાઠી અર્થાત એસ.એન. ત્રિપાઠી સંગીતકારની હજુ આજે પણ બોલબાલા અકબંધ રહી છે. માર્ચ માસના એક સ્મૃતિ વિશેષ રેડિયો કાર્યક્રમમા એના જીવનની ઝરમર સહિત સૂરિલા શાસ્ત્રીય સંગીત વિશે ઘણી બધી જાણકારી જાણવા મળી. સવાર સુધરી ગઇ. વારાણસીના આ સંગીતકાર વહેલી સવારે ઉઠીને રોજ નિયમિત કલાકો સુધી સંગીતની આકરી તપસ્યા કરતા. સંગીત એમના માટે ઇશ્વરની આરાધના હતી. એની સાધનામા ખોવાય જતા સમયનું પણ ભાન રહેતુ નહી. ઐતિહાસિક, પૌરાણિક, ધાર્મિક ફિલ્મોના આ સંગીતકારના સમકાલિન સંગીતકાર એમના દરબારમા આવીને ધન્ય બની જતા. તેઓ એમની બહુ ઇજ્જત કરતા.

જે કોઇ ફિલ્મો હાથમાં આવી એ બધી ફિલ્મો એમના હાથમાં સ્પર્શથી યાદગાર બની જતી રૂપેરી પરદાના આ સોનેરી સંગીતકારની ઘણી બધી રચના બેમિસાલ લાજવાબ છે. અહીં માત્ર એમની ત્રણ યાદગાર રચના પ્રસ્તુત કરી છે. ન કિસીકી આંખ કા નૂર હું- મોહંમદ રફી, ‘લાલ કિલ્લા’, ઓ પવન વેગસે ઊડને વાલે ઘોડે- લતા મંગેશકર, ‘જય ચિત્તોડ’, આ લૌટ કે આજા મેરે મીટ- મુકેશ- ‘રાણી રૂપમતી’. સુવર્ણ યુગના આ સંગીતકારને ભલા કોણ ભુલી શકે? મેરા સુના પડા હે સંગીત તુજે મેરે ગીત બુલાતે હે.સંગીતકારની આ પુકાર કોણ સાંભળશે?
સુરત     – જગદીશ પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top