Vadodara

વડોદરાના ચાંપાનેર દરવાજાથી પાણીગેટ જતા રોડ પર શ્વાનોનો આતંક

એક વ્યક્તિને પગે બચકું ભરતા લોકોમાં રોષ

અગાઉ પણ ત્રણથી ચાર બાઈક સવારો પાછળ કૂતરા ભાગતા તેઓ પડી જતા ગંભીર ઈજા પહોંચી

(

વડોદરા શહેરમાં વધુ એક વખત શ્વાનોનો આતંક સામે આવ્યો છે. ચાંપાનેર દરવાજાથી પાણીગેટ તરફ જતા રસ્તામાં શ્વાનો વાહનચાલકો પાછળ દોડતા અને બચકાં ભરતા હોવાની ફરિયાદ ઉઠી છે. એક વ્યક્તિને શ્વાને બચકું ભરતા તેમણે કોર્પોરેશન સામે નારાજગી દર્શાવી હતી.

વડોદરામાં ફરીથી શ્વાનો રાહદારીઓ અને વાહનચાલકોને બાનમાં લેતા હોવાની ઘટના સામે આવી છે. ચાંપાનેરથી પાણીગેટ જતા એક વ્યક્તિને કૂતરાએ પગે બચકું ભરતા તુરત તેઓ સરકારી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યા હતા. મૌસીનખાન પઠાણે જણાવ્યું હતું કે ચાંપાનેર દરવાજાથી પાણીગેટ જતા રોડ પર કુતરાઓનો આતંક છે. આજે મને કૂતરું કરડયું હોઈ એ પહેલો બનાવ નથી. આની પહેલા પણ બે ત્રણ વાર બાઈક સવાર જતા હતા તેમની પાછળ કુતરાઓ ભસતા ભસતા પાછળ દોડતા તેઓ બાઈક પરથી પડી ગયા હતા. જેઓને ગંભીર ઈજા પહોંચી હતી.

કોર્પોરેશનને વારંવાર અરજી ફરિયાદ કરવામાં આવી છે. પણ કોર્પોરેશન કોઈ મોટી ઘટના બને એની રાહ જોઈ રહ્યું છે. આમ પણ કોર્પોરેશનને આદત છે કે કોઈ મોટી ઘટના બને એ પછી જાગે છે. પરંતુ અહીં મહોલ્લામાં નાના બાળકો વૃદ્ધો છે. એમના જીવને પણ આ કૂતરાઓથી જોખમ છે. જેથી વહેલીતકે મેયર , મ્યુનિસિપલ કમિશ્નર આ અંગે ગંભીરતા દાખવી નિરાકરણ લાવે. નોંધનીય છે કે આ પહેલા પણ વડોદરા શહેરના જુદા જુદા વિસ્તારમાં રખડતા કૂતરાઓનો આતંક જોવા મળ્યો હતો. અનેક વ્યક્તિઓને કુતરાઓએ બચકા ભર્યા હતા. જો કે તે બાદ પણ કોઈ નિરાકરણ નહીં આવતા લોકોમાં તંત્ર પ્રત્યે આક્રોશ ફેલાયો હતો.

Most Popular

To Top