Dakshin Gujarat

‘તું જ્યાં મળશે ત્યાં મારીશ’ ફક્ત એક નાનકડી બાબતને લઈ બે ઇસમોએ વેપારીને ફટકાર્યો

વ્યારા: (Vyara) સોનગઢના દેવજીપુરા ખાતે ગૌશાળાની સામે ક્રિકેટ ગ્રાઉન્ડની (Cricket Ground) બાજુમાં પસાર થતા રોડ ઉપર મોબાઇલ (Mobile) ઉપર થયેલી બોલાચાલી અંગેની અદાવત રાખી પાઇપ અને લાકડું સાથે લઇને આવેલા ઇસમોએ “તું જ્યાં મળશે ત્યાં મારીશ” કહી વેપારી યુવકને ઢોર માર મારતાં આ બંને માથાભારે ઇસમ વિરુદ્ધ સોનગઢ પોલીસે ગુનો નોંધી રિમાન્ડ મેળવવા સહિતની તજવીજ હાથ ધરી છે.

  • ‘તું જ્યાં મળશે ત્યાં મારીશ’: મોબાઇલ ઉપર થયેલી બોલાચાલી મુદ્દે વેપારીને ફટકાર્યો
  • સોનગઢના દેવજીપુરામાં માથાભારે ઇસમોનો આતંક

સોનગઢના નવાગામે ઉકાઇ રોડ પાસે રહેતો દક્ષેશકુમાર રાજનભાઇ મહેતા (ઉં.વ.૨૭) તા.૩૦/૦૬/૨૦૨૩ના રોજ સાંજે પાંચેક વાગ્યાના અરસામાં ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ક્રિકેટ રમવા ગયો હતો. ત્યારે બાપાસીતારામ નગર ખાતે રહેતો આશિષ નિમ્બા પાટીલ તથા તેનો મિત્ર સુજલ સુરેશ ઢોડિયા હાથમાં લોખંડના પાઇપ અને લાકડા લઈ દોડી આવ્યા હતા. અને કહેવા લાગ્યા હતા કે, ગત તા.૨૯/૦૬/૨૦૨૩ના રોજ રાત્રિના દોઢેક વાગ્યાના સમયે તેં ફોન કર્યો, મને ગાળો બોલી હતી, તું ગમે ત્યાં મળશે તો હું માર મારીશ તેવી ધમકી આપી હતી.

જેથી અમે ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર આવ્યા છીએ. આવું કહી આ માથાભારે ઇસમો દક્ષેશ મહેતા સાથે ઝઘડો કરવા લાગ્યા હતા. અને ઢોર માર માર્યો હતો, જેથી ઘાયલ થયેલ દક્ષેશે સોનગઢ સીએચસીમાં પ્રાથમિક સારવાર લીધી હતી. દક્ષેશની ફરિયાદના આધારે પોલીસે હુમલાખોર આશિષ નિમ્બા પાટીલ (રહે., બાપા સીતારામનગર, તા.સોનગઢ), સુજલ સુરેશ ઢોડિયા (રહે.,જમાદાર ફળિયું, સોનગઢ, જિ.તાપી) વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

અમરતપરા ગામના પાટિયા સામે દારૂનો જથ્થો મોકલનારો દમણનો બુટલેગર ઝડપાયો
અંકલેશ્વર: અંકલેશ્વર-ભરૂચ વચ્ચે અમરતપરા ગામના પાટિયા સામે ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઇકો વાનમાં ઝડપેલા દારૂનો જથ્થો મોકલનાર બુટલેગરની દમણ ખાતેથી અટકાયત કરી હતી. ગત તા.૧૬ જૂને ભરૂચથી પાલેજ નેશનલ હાઇવે નં.૪૮ ઉપર ભરૂચ એલસીબી પોલીસે કાર નં.(જીજે-૧૫. સી.એમ.૬૮૭૩)માં દારૂનો જથ્થો ભરી સુરત તરફથી આવી વડોદરા તરફ જતા એક ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસે વાનમાંથી રૂ.૬૫૬૧૫નો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. તપાસ દરમિયાન જથ્થો દમણના એક બુટલેગર અજીત ગિરીજા ભંડારીએ સપ્લાય કર્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે આ ગુનામાં અજીત ભંડારીની દમણ ખાતેથી અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી.

Most Popular

To Top