Vadodara

વુડાના મકાનોમાં પાણીની સમસ્યાના પગલે સ્થાનિક લોકોએ બળાપો કાઢ્યો

વડોદરા: વડોદરા શહેરના ડભોઈ રોડ ઉપર આવેલ વુડાના મકાનમાં પાણીના ગેરકાયદેસર જોડાણ કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.તો બીજી તરફ તેની બાજુમાં આવેલા કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં પાણી ભરાતા લોકોને ઘણી મુશ્કેલીઓ વેઠવાની ફરજ પડી રહી છે. જ્યારે ગેરકાયદેસર જોડાણ કરવા માં આવ્યા હોવાનું ધ્યાને આવતા પાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. વડોદરા મહાનગર પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડો.હિતેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે શહેરમાં જે પ્રકારે વિસ્તાર વધતો ગયો છે.એમાં સેવા વસ્તી હોય નગર કે અન્ય.

જે પણ રહેવાસી રહેણાંક ધરાવે છે અથવા અન્ય વિસ્તારમાં પાણીની જરૂરિયાત ચોક્કસ રહેતી હોય છે અને એવા સંજોગોમાં કોર્પોરેશને નીતિ નિયમ પણ બનાવ્યા છે. એ નીતિ નિયમ મુજબ જ્યાં નગરો છે, આવાસો છે સેવા વસ્તી છે.ત્યાં કેટલીક જગ્યાઓ ઉપર પોલિસી આધારિત આવા કનેક્શન આપવામાં આવે છે. જ્યારે કેટલીક જગ્યાઓ પર હજી પણ કેટલાક જે વિસ્તારના રહેવાસીઓ છે. એ લોકો જે નીતિ અને નિયમો છે તેને પાડતા નથી. જેના કારણે ત્યાં જે કેટલીક ઈન્ટર્નલ લાઈનો છે તે ઈલેક્ટ્રીક પાઇપના પ્રકારના વેહકલસ છે તે સિસ્ટમથી લેતા હોય છે.

સાધનથી લેતા હોય છે. તેના કારણે ક્યાંક હેવી વેહક્લસ અથવા અન્ય કારણથી એ લાઇન બ્રેક થાય છે અને ગંદુ પાણી લોકોને પીવામાં પણ જતું હોય છે. અને આવા સંજોગોમાં કાર્યવાહી અમારા દક્ષિણમાંથી થઈ રહી છે, એના ઉપર ક્યાંક એવી ગેરરીતિ છે તે માલુમ પણ પડી છે. આવનાર સમયમાં એક રીતી સાથે નક્કી થયેલી જે વાત છે. એમાં પાણી કનેક્શન મેળવે તો વધારે સારું.

સરકાર વેરો લે છે પણ સુવિધા આપતી નથી
ડભોઇ વુડાના મકાનમાં પાણીની છેલ્લા ઘણા સમયથી તકલીફ થઈ છે. હવે જરીક શાંતિ થઈ છે. તેમાં તો વળી પાછું અમારું પાણી બંધ કરવાની વાતો થઈ રહી છે. મોટી લાઈનો છે જેને ખોદી છે અને તેમાં બધાએ પાઇપો જોડી છે. સરકાર જ્યારે ઘર વેરો લે છે.પણ અમને કોઈ સુવિધા આપતી નથી.જે નથી ભરતા એ નથી ભરતા પણ અમે તો ભરીએ છીએ. અમને બસ પાણીની વ્યવસ્થા જોઈએ. -સુભદ્રાબેન, સ્થાનિક મહિલા

Most Popular

To Top