Gujarat Main

તૌકતેના પગલે સીએમની જિલ્લાના ક્લેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સ

તૌકતે વાવાઝોડાના પગલે હાલ ગુજરાત રાજયન તમામ જિલ્લાઓ એલર્ટ મોડ પર છે. ત્યારે ગુજરાત (Gujarat) માં તૌક્તે વાવાઝોડા અંતિમ તૈયારી સંદર્ભે મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) ની અધ્યક્ષતામાં SEOC, ગાંધીનગર (Gandhinagar) ખાતે ઉચ્ચ કક્ષાની સમીક્ષા બેઠક શરૂ થઇ ગઇ છે. રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર્સ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠકમાં જોડાયા છે.

બેઠકમાં મુખ્ય સચિવ અનિલ મૂકીમ, મહેસુલ અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, અધિક મુખ્ય સચિવ સુનયના તોમર, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ જયંતી રવિ, સનદી અધિકારી રાજકુમાર બેનિવાલ, આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરે, તમામ વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત છે.

અત્રે ઉલ્લેખનીય છે કે અત્યંત તીવ્ર ચક્રવાતી સમુદ્રી (Cyclone Tauktae) તોફાન/વાવાઝોડું “તૌક્તે” જે હાલ પૂર્વ મધ્ય અરબી સમુદ્ર સ્થિત છે. તે રાજ્યની ઉત્તર દિશાના ઉત્તર-પશ્ચિમી કાંઠે છેલ્લા 06 કલાકથી આશરે 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આગળ વધી રહયું છે.ગુજરાતમાં કોરોના સંક્રમણથી સાજા થવાનો દર સતત વધી રહ્યો છે. આ દરમિયાન રાજ્ય પર હાલ તૌકતે વાવાઝોડાનું સંકટ તોળાઇ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે રાત્રે 8 થી 9 વાગ્યા વચ્ચે વાવાઝોડું ગુજરાતના પોરબંદર અને મહુવામાંથી પસાર થશે. આ દરમિયાન પવનની ગતિ 155-165 કિમી સુધી રહેશે.

ગુજરાતમાં તૌકતે વાવાઝોડા (Cyclone Tauktae)ને લઈ ઓરેન્જ એલર્ટ અપાયું છે. વેરી સિવિયર સાઈક્લોન સ્ટ્રોમમાં ફેરવાયું છે. વાવાઝોડાના પગલે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં 17 અને 18 તારીખે ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.આ વાવાઝોડું મુંબઈ (Mumbai) ની પશ્ચિમે 150 કિલોમીટર, દીવના દક્ષિણ-દક્ષિણપૂર્વ દરિયાકાંઠાથી આશરે 220 કિલોમીટર, વેરાવળ બંદરના દક્ષિણપૂર્વ દિશાથી આશરે 260 કિલોમીટર તથા પાકિસ્તાનના કરાંચી બંદરના પૂર્વ-દક્ષિણપૂર્વ દિશાથી લગભગ 490 કિલોમીટરના અંતરે છે.

એક અંદાજ પ્રમાણે આ વાવાઝોડું (Cyclone) રાજ્યના દરિયાકાંઠે આજે એટલે કે તા.17 મૅ, 2021ના રોજ પોરબંદર અને ભાવનગર (Bhavnagar) ના મહુવા વચ્ચેથી મોડી સાંજે 8.00થી રાત્રિના 11.00 કલાક (2000-2300 IST) દરમિયાન પસાર થાય તેવી પ્રબળ સંભાવના છે. આ વાવાઝોડા (Cyclone) ના લીધે પવનની ગતિ આશરે 155-165 કિમી/કલાકની હોઈ શકે છે, જેની તીવ્રતા 185 કિમી/કલાક પણ થઇ શકે છે.

Most Popular

To Top