Dakshin Gujarat

મંદિરના કેમ્પર્સમાં મહાકાય અજગર જોઈને લોકો થયા હેરાન પરેશાન

વ્યારા: વાલોડના (Valod) વીરપોર (Virpor) ગામે આનંદ આશ્રમમાં આવેલા રણછોડરાય મંદિરમાં રાત્રિએ વિશાળ (Huge) અજગર (Python) દેખાતાં બુહારીના RCSGના મેમ્બર અયાઝ એસ. મુલતાનીને જાણ કરવામાં આવી હતી. તેઓએ આનંદ આશ્રમ ખાતે પહોંચી મંદિરના કેમ્પસમાંથી આ મહાકાય અજગરને પકડી પાડ્યો હતો. આ મહાકાય અજગરને મંદિરમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી જંગલ ખાતાની કચેરીએ લાવ્યા હતા. અજગરનું વજન કરતાં 7 કિલો અને લંબાઇ 7 ફૂટની હોવાનું માલૂમ પડ્યું હતું. રાત્રિના સમયે વન વિભાગ દ્વારા આ મહાકાય અજગરને જંગલમાં છોડવાની ગતિવિધિ હાથ ધરાશે.

  • મહાકાય અજગરને મંદિરમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી જંગલ ખાતાની કચેરીએ લાવ્યા
  • અજગરનું વજન કરતાં 7 કિલો અને લંબાઇ 7 ફૂટની હોવાનું માલૂમ પડ્યું

રાજપીપળાના બે વિસ્તારમાં ડેન્ગ્યુના પોઝેટિવ કેસ નીકળતાં તંત્રનો સરવે
રાજપીપળા: રાજપીપળા શહેરમાં બે અલગ અલગ વિસ્તારોમાં ડેન્ગ્યુના પોઝિટિવ કેસ નીકળતાં આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
નર્મદા જિલ્લા આરોગ્ય વિભાગ તરફથી પ્રાપ્ત થયેલી જાણકારી મુજબ રાજપીપળાના વિસાવાગા અને રાજપૂત ફળિયા વિસ્તારોમાં ડેન્ગ્યુના ૨ પોઝિટિવ કેસ નોંધાવા છે. આમ અચાનક રાજપીપળા શહેરમાં ડેન્ગ્યુના બે કેસ નીકળતાં આરોગ્ય વિભાગની ટીમો દ્વારા એન્ટી લાર્વા સહિત સરવેની કામગીરી ચાલુ કરવામાં આવી છે. સાથે સાથે બંને વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા ફોગિંગની કામગીરી પણ કરાઈ છે. હાલમાં સર્વેલન્સ દરમિયાન ડેન્ગ્યુ, ચિકુનગુનીયા, મેલેરિયા સહિતના રોગો વિશે માહિતી પૂરી પાડવામાં આવી રહી છે.

અર્બન હેલ્થ સેન્ટરની ટીમોએ પ્રશંસનીય કામગીરી
અત્રે ઉલ્લેખનીય છે કે, પાછલાં વર્ષોમાં પણ ડેન્ગ્યુ, મેલેરિયા જેવા ઘણા કેસો રાજપીપળા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળ્યા હતા. ત્યારે પણ અર્બન હેલ્થ સેન્ટરની ટીમોએ પ્રશંસનીય કામગીરી કરી હતી. પરંતુ ડેન્ગ્યુના કેસમાં પોતે જ સલામતી રાખવી જરૂરી છે. કેમ કે, ઘરમાં કે આસપાસ પાણી ખુલ્લું રખાય તો અંદર ડેન્ગ્યુનાં મચ્છરનો ઉપદ્રવ થતો હોય છે.

Most Popular

To Top