Vadodara

વડોદરા જિલ્લામાં 3 લાખથી વધુ ઘરોને નળ જોડાણ અપાયા

       વડોદરા:  તા.22મી માર્ચના રોજ વિશ્વ જળ દિવસની ઉજવણી થશે જેનો હેતુ બહુમૂલ્ય પાણીને સ્વચ્છ રાખવા, કરકસરથી વાપરવા અને તેનો બગાડ અટકાવવાનો સંદેશ આપવાનો છે.  જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલના નેતૃત્વ હેઠળ વડોદરા જિલ્લામાં પંચ જળ સેતુ આયોજન હેઠળ જળ સંરક્ષણ અને વ્યવસ્થાપનનું નમૂનેદાર અને રાહ ચિંધનારું વ્યાપક કામ થયું છે.

વડોદરા જિલ્લાએ પાણી પુરવઠા યોજનાઓની ટાંકીઓને સૂર્ય વીજળી ઉત્પાદનના કારખાના જેવી બનાવીને રાહ ચીંધી છે તો સરકારી શાળાઓની છતો પરથી વરસાદના પાણીને જમીનમાં ઉતારી ખાલી ભૂગર્ભ જળ ભંડાર ભરવાનો ખૂબ ઉપયોગી પ્રયત્ન કર્યો છે. વડોદરાના આ પ્રયોગો માર્ગદર્શક બન્યા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના પ્રત્યેક ઘરને નળ થી જળ આપવાની વ્યવસ્થા કરવાનું આહવાન કર્યું છે તો મુખ્યમંત્રી  વિજય રૂપાણીની પ્રેરણા થી રાજ્યમાં આ પ્રોજેક્ટના અમલની ખૂબ ઝડપી કામગીરી થઇ છે એવી લાગણી વ્યક્ત કરતાં જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું કે, વડોદરા જિલ્લાના ગ્રામ વિસ્તારમાં નલ સે જળનું આયોજન 99 ટકા સાકાર થઈ ગયું છે. 3 લાખ થી વધુ ઘરોને નળ જોડાણ અપાઈ ગયું છે. હવે 3 હજાર ઘરોને નળ જોડાણ આપીને જિલ્લા ને 100 ટકા નળ જોડાણ વાળો જિલ્લો બનાવવાની કામગીરી થઇ રહી છે. રાજ્ય સરકારે તેના માટે જરૂરી નાણાં ફાળવી દીધા છે.

ઉલ્લેખનિય છે કે, દરેક ગામને ગુણવત્તાવાળું સરફેસ વોટર મળે અને ભૂગર્ભ જળ ભંડાર સચવાય તે માટે નર્મદા નદી,નર્મદા નહેર,મહી નદી જેવા સપાટી પરના જળ સ્ત્રોત આધારિત દરેક તાલુકા માટે રૂ.80 થી 150 કરોડની પાણી પુરવઠા યોજનાઓ બનાવી છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top