Vadodara

વડોદરા: પરચુરણ સામાનની આડમાં વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ લઇ જતા ડ્રાઇવર કલીનર ઝડપાયાં

વડોદરા: વડોદરા (Vadodara) થી અમદાવાદ (Ahmedabad) તરફ લઇ જવામાં આવતો લાખોનો વિદેશી દારૂ (Alcohol) ઝડપાયું હોવાની ઘટના સામે આવી છે. અમદાવાદ તરફ પરચુરણ સામાનની આડમાં 10 લાખ ઉપરાંતનો વિદેશી દારૂ ભરીને જતું કન્ટેનર નેશનલ હાઈવે (National Highway) પર એપીએમસી માર્કેટ પાસેથી ઝડપાયું હતું. પોલીસે (Police) વિદેશી દારૂ, કન્ટેનર અને પરચુરણ સામાન સહિત 33.92 લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોની ધરપકડ કરી હતી. જ્યારે એક શખ્સને વોન્ટેડ જાહેર કર્યો છે.

  • નેશનલ હાઈવે 8 પર એપીએમસી પાસે કન્ટેનરમાં 10 લાખનો વિદેશી દારૂ પકડાયો, એક વોન્ટેડ
  • વિદેશી દારૂ, કન્ટેનર અને પરચુરણ સામાન મળી 22.92 લાખનો મુદ્દામાલ કબ્જે

બાપોદ વિસ્તારમાં પોલીસ સ્ટેશનના માણસો ગુરુવારના રોજ પેટ્રોલીંગની કામગીરી કરી રહ્યા હતા. તે દરમ્યાન સ્ટાફને બાતમી મળી હતી કે એક કંટેનરમા પરચુરણ સામાનની આડમા વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે અને આ કંટેનર નેશનલ હાઇવે નંબર 8 પરથી અમદાવાદ તરફ જઇ રહ્યું છે. હાલમાં હાઇવે રોડ ઉપર એપીએમસી માર્કેટની સામે પાલમ પેરેડાઇઝ કોમ્પ્લેક્ષની સામે ઉભુ છે. જેના આધારે પોલીસે બાતમી મુજબના સ્થળ પર તપાસ રેેડ કરી હતી. જેમા કંટેનરનો ડ્રાઇવર તેમજ કલીનરમાં વિદેશી દારૂના જથ્થો વહન કરી લઇ જતા હતા.

જેમાં દારૂનો જથ્થો જુના સામાનની આડમા લઇ જઇ રહ્યા હતા. જે વિદેશી દારૂનો જથ્થો કશ્મીરસિહ લાલચંદ ઓડ (રહે, ગામ વાડીવાસ પોસ્ટ નીકચ થાના-નોગાવ તા-રામગઢ જીલ્લો- અલવર રાજસ્થાન) અને બીલાલ ઇકબાલ મોહંમદ (રહે,ગડાજાન તા-કામા થાના-કામા જિ.ભરતપુર રાજસ્થાન)ને ઝડપી પાડયા હતા.જ્યારે જાકીર નામનો શખ્સને વોન્ટેડ જાહેર કર્યા છે.પોલીસે આરોપી પાસેથી બે મોબાઈલ, વિદેશ દારૂ, કંટેનર, જુની પાલખ પરચુરણ સામાન મળી રૂ22.92 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Most Popular

To Top