Top News

યુએસ: 241 લોકોને લઈ જતી ચાલુ ફ્લાઇટમાં આગ લાગી, તમામ મુસાફરોનો ચમત્કારિક બચાવ

અમેરિકા, કોલોરાડો (Colorado)માં એક ભયંકર અકસ્માત ટળી ગયો હતો. જ્યારે એક વ્યવસાયિક વિમાનના એન્જિનમાં આગ (fire in flight engine) લાગી ત્યારે અહીં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રનવેથી ફ્લાઈટ ઉડતાની સાથે જ વિમાનના એન્જિનને આગ લાગી હતી. જેના કારણે વિમાનમાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. બીજી તરફ, વિમાનના પાયલોટે સમજૂતી દર્શાવતા વિમાનનું સલામત ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. જાણવા મળ્યું છે કે આ વિમાનમાં ક્રૂ મેમ્બર્સ સહિત 241 (passenger) લોકો સવાર હતા. જો કે અદનસીબે તમામનો જીવ બચાવી લેવાયો હતો.

હકીકતમાં, રવિવારે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (usa) માં બોઇંગ 777 ફ્લાઇટ ઉડવાના થોડા જ સમયમાં સળગી ગયું હતું જો કે બાદમાં મોટો અકસ્માત થતા ટળી ગયો છે. અકસ્માત અંગેની માહિતી આપતાં અધિકારીઓએ જણાવ્યું હતું કે ટેકઓફ થયા બાદ તરત જ વિમાનના જમણા એંજિનમાં આગ લાગી હતી. જેના કારણે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. હાલ વિમાનમાં મુસાફરી કરતા તમામ મુસાફરો અને ક્રૂ સભ્યો સલામત છે. તેમણે જણાવ્યું કે વિમાન ડેનવર આંતરરાષ્ટ્રીય હવાઇમથકથી ઉપડ્યું હતું.

ફેડરલ ઉડ્ડયન વહીવટીતંત્રે જણાવ્યું હતું કે, જમણા એંજિનમાં આગ લાગ્યા બાદ હોનોલુલુની ફ્લાઇટ સલામત રીતે નીચે ઉતારવામાં આવી હતી. ડેનવર ઇન્ટરનેશનલ એરપોર્ટથી ટેકઓફ થયા બાદ તરત જ ફ્લાઇટના એન્જિનને આગ લાગી હતી. જેથી આ બાબતીન ગંભીરતા લઇ તપાસ કરવી ખુબ જ જરૂરી થઇ પડે છે. દરમિયાન, ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અને નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (ntsb) એન્જિન નિષ્ફળતાના કારણ શોધવા માટે તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે આ વિમાનના ભાગો ક્યાં ક્યાં પડ્યા અને તેના દ્વારા કોઈ અક્સમાત સર્જાયો છે કે કેમ તેવી પણ ઘણી દિશા છે જે એરપોર્ટ ઓથોરિટી અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન દ્વારા તપાસ કરવું અગત્યનું થઇ પડે છે, જો કે થોડા જ સમયમાં આ ફલાઇટમાં લાગેલી આગના પગલે ઓછા વિસ્તારની તપાસ કરવાનું કાર્ય સરળ થઇ પડશે.

હાલ વિમાનના એન્જિનમાં આગ લાગતા મોટાભાગના મુસાફરો ગભરાયા હતા. પરંતુ ઘણા મુસાફરોએ એકબીજા દિલાસો પણ આપ્યો હતો, અને સમય સુચકતા વાપરી અન્યોને શાંત થવા અપીલ કરી હતી. અને એક મુસાફરે વિમાનના એન્જિનનો એક વીડિયો તેના મોબાઇલ પર બનાવ્યો હતો. જેને તેણે સોશિયલ મીડિયા પર પણ શેર કર્યો છે. આ પછી, વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top