National

UP: સુલતાનપુરમાં માટી કાઢવા ગયેલી 5 છોકરીઓનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત, ગામના લોકોમાં શોક

ઉત્તર પ્રદેશના (UP) સુલતાનપુર જિલ્લાના મોતીગરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગટરમાંથી (Drainage) માટી કાઢવા ગયેલી પાંચ કિશોરીઓ ડૂબીને (Drown) મૃત્યુ પામી હતી. પોલીસ અને વહીવટી અધિકારીઓએ આ જાણકારી આપી. દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) ગટરમાં ડૂબવાને કારણે થયેલા લોકોના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કરતા જિલ્લા મેજિસ્ટ્રેટ અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓને ઘટનાસ્થળે જવા અને યુદ્ધના ધોરણે રાહત કાર્ય હાથ ધરવા નિર્દેશ આપ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર પાંચ કિશોરીઓ શનિવારે બપોરે મોતીગરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કાલીગંજ બજારના પશ્ચિમ માજુઈ નાળામાં માટી કાઢવા માટે ગઈ હતી જે ઊંડા પાણીમાં ડૂબી ગઈ હતી. તેમણે જણાવ્યું કે ચીસો સાંભળીને સ્થળ પર પહોંચેલા ગ્રામજનોએ પેમાપુર ખજુરીના રહેવાસી આશિયા (13), અસમીન (13), નંદિની (13) અને અંજાન (13)ને બહાર કાઢ્યા હતા જેમનું મૃત્યુ થયું હતું. તેમણે કહ્યું કે તે સમયે બીજી છોકરી ખુશી (9)ને શોધી શકાઈ ન હતી, પરંતુ બાદમાં તેનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.

  • સુલતાનપુરમાં માટી કાઢવા ગયેલી 5 છોકરીઓનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત
  • પાંચ કિશોરીઓ શનિવારે બપોરે મોતીગરપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કાલીગંજ બજારના પશ્ચિમ માજુઈ નાળામાં માટી કાઢવા માટે ગઈ હતી
  • ચીસો સાંભળીને સ્થળ પર પહોંચેલા ગ્રામજનોએ છોકરીઓને બહાર કાઢી હતી, જોકે બચાવ પહેલા તેઓનું મૃત્યુ થયું હતુ

સુલ્તાનપુરના જિલ્લા મેજિસ્ટ્રેટ રવીશ ગુપ્તાએ જણાવ્યું હતું કે શનિવારે બપોરે પાંચ છોકરીઓ મોતીગરપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાલીગંજ માર્કેટના પશ્ચિમ મજુઈ નાળામાંથી માટી કાઢવા ગઈ હતી. જ્યારે એક બાળકી નાળામાં ડૂબવા લાગી ત્યારે તેને બચાવવા અન્ય ચાર બાળકીઓ ડૂબી ગઈ. ગુપ્તાએ જણાવ્યું હતું કે મૃત્યુ પામેલી પાંચ છોકરીઓને ગટરમાંથી બહાર કાઢવામાં આવી હતી. તેમણે કહ્યું કે વહીવટીતંત્ર દ્વારા પીડિતાના પરિવારના સભ્યોને મદદ પૂરી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ડીએમ રવીશ ગુપ્તા અને પોલીસ અધિક્ષક સોમેશ વર્મા સહિત પોલીસ અને પ્રશાસનના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. દરમિયાન એક ટ્વિટમાં મુખ્યમંત્રી કાર્યાલયે કહ્યું કે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સુલતાનપુર જિલ્લામાં નાળામાં ડૂબવાને કારણે થયેલા જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીએ મૃતકોની આત્માને શાંતિની કામના સાથે શોકગ્રસ્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.

Most Popular

To Top