National

ટ્વિટર પરથી અકાઉન્ટ્સ ડિલીટ કરાવવા સરકારે અપનાવી ‘સામ,દામ,દંડ, ભેદ’ની નીતિ

નવી દિલ્હી (New Delhi): ખેડૂત આંદોલનનો (farmers’ protest) આજે 75મો દિવસ છે, અને હવે આ આંદોલને જે રૂપ લીધું છે તે ભયાનક સ્વરૂપ લઇ રહ્યુ છે. હવે આ આંદોલન એ ફક્ત ખેડૂતોનું આંદલન ન રહેતા એક રાજકીય હરીફાઇ બની ગઇ છે. આ આંદોલનના હવનમાં જો કોઇ આગમાં ઘી હોમતું હોય તો એ છે સોશિયલ મિડીયા. એવુ નથી કે સોશિયલ મિડીયા પર ફક્ત આંદોલનની તરફેણમાં જ વાતો થઇ રહી છે. આજના ટ્વિટરિયા યુગમાં દરેક પાર્ટીના આઇટી સેલ છે, જે દિવસ રાત સોશિયલ મિડીયા પર નવી નવી વાતો ઉડાવીને લોકોને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહ્યા છે.

સમાચાર આવ્યા છે કે થોડા દિવસ પહેલા ભારત સરકારે ટ્વિટરે (Twitter) કેટલાક અકાઉન્ટ્સ ની યાદી આપી હતી, જેના પરથી ભડકાઉ ટ્વિટ્સ થઇ રહ્યા હતા. ટ્વિટરે આ અકાઉન્ટ્સમાંથી કેટલાક બાધ કરવાની ફરજ પહી છે. કહેવાઇ રહ્યુ છે કે સરકારે ટ્વિટર પર દબાણ કર્યુ, એટલું જ નહીં તેના ટોચના કેટલાક અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાની ધમકી આપી અને ટ્વિટરને કેટલાક કાયદાની આડમાં મોટી રકમનો દંડ ભરવા પણ ધમકી આપી જેને પગલે નાછૂટકે ટ્વિટરે આ પગલું ભરવાની ફરજ પડી છે.

સરકારે ટ્વિટરને જે યાદી આપી છે, એમાં એ અકાઉન્ટસ જેના પરથી #ModiPlanningFarmerGenocide આ હેશટેગ વાપરીને ટ્વિટ થયા હતા. સરકારે ટ્વિટરને ભારતના IT એક્ટના સેક્શન 69A હેઠળ આ અકાઉન્ટ્સ વિરુદ્ધ પગલા લેવા જણાવ્યુ હતુ. આવા 257માંથી ટ્વિટરે હાલમાં 126 અકાઉન્ટ્સ બંધ કરી દીધા છે. આ સિવાય સરકારે એવા 1178 અકાઉન્ટ્સની યાદી આ સોશિયલ મિડીયા કંપનીને આપી હતી જેના તાર પાકિસ્તાન અને ખલિસ્તાનીઓ સાથે જોડાયેલા હોવાની સરકારને શંકા છે. ટ્વિટરે આ 1178માંથી 583 અકાઉન્ટસ બંધ કર્યા છે.

જાણવા મળ્યુ છે કે જો ટ્વિટરે આ અકાઉન્ટ્સ સામે પગલા ન લીધા હોત તો તેના ટોચના અધિકારીઓને ભારતના IT એક્ટ હેઠળ 7 વર્ષની જેલની સજા અને કંપનીને અન્ય દંડ ભોગવવા પડ્યા હોત. પોપસ્ટાર રિહાના અને ગ્રેટા થનબર્ગના ટ્વિટ પછી ભારતમાં માલો વધુ ગરમાયો છે. જો કે તમને યાદ હોય તો અમેરિકામાં થયેલું #BlackLivesMatter અને ત્યારબાદ ભારતમાં તનિષ્ક વિરુદ્ધ ચાલેલું #BoycottTanishq ટ્વિટરની જ દેન છે.

જણાવી દઇએ કે ટ્વિટર એક સેન્સિટિવ મિડીયા પ્લેટફોર્મ છે, જેના પોતાના નિયમો છે. ટ્વિટરની પોતાની પોલિસી પણ કડક છે, જેના કારણે જ્યારે ટ્વિટરને કોઇ ટ્વિટ અથવા અકાઉન્ટ વિવાદાસ્પદ લાગે તો તે પોતે તેની વિરુદ્ધ કાર્યવાહી કરે છે. ટ્વિટર ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump) અને કંગના રનૌતના (Kangana Ranaut) અકાઉન્ટ ફ્રીઝ (freeze) કરી ચૂક્યુ છે. સરકારનું આ પગલું ભારે ટિંતાજનક છે.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top