National

જેલમાં જ ઉમેશ પાલની હત્યાનું કાવતરું ઘડ્યુ હતું- અતીક અહેમદ

નવી દિલ્હી: અતીક અહેમદના (Atiq Ahmed) પુત્ર અસદનું તેમજ શૂટર ગુલામનું ગુરુવારના રોજ STFની ટીમે એનાકાઉન્ટર (Anacounter) કર્યું હતું. આ પછી અસદની બોડીનું (Body) પીએમ (PM) કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત જાણકારી મળી આવી છે કે અસદના દેહને શનિવારના રોજ દફનાવામાં આવશે. તેનો દેહ શુક્રવારની રાત્રિના પ્રયાગરાજ તેના નાનાનાં ઘરે પહોંચશે. પોલીસની દેખરેખ હેઠળ તેનાં અંતિમ સંસ્કાર પણ કરવામાં આવશે.

આ વચ્ચે સપાની સાંસગ ડિંપલ યાદવનું એક બયાન સામે આવ્યું છે જેમાં કહેવામા આવ્યું છે કે યુપીમાં કાનૂનની ધજયા ઉડી રહી છે. દેશમાં કાયદા વ્યવસ્થા ઘડવામાં આવી છે પણ યુપીમાં આ કાયદાની ધજયા ઉડી રહી છે. આ ઉપરાંત સપાના પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે ચૂંટણીના લઈને પહેલા દિવસથી જ ભાજપ એન્કાઉન્ટર કરી રહી છે. હું BJPને પૂછવા માગું છું કે જે અધિકારીઓએ બ્રાહ્મણ મા-બેટી ઉપર બુલડોઝર ચલાવ્યું હતું તેઓ સામે કેમ કોઈ પગલા ભરવામાં ન આવ્યાં? શું આજનું ભારત આ છે કે નબળા માણસની જાન લઈ લેવી? શું સંવિધાનમાં જે અધિકાર છે તે નહિં મળશે.

આ વચ્ચે એક મોટો ખુલાસો અતીક દ્વારા કરવામાં આવ્યો છે. સૂત્રો પાસેથી જાણકારી મળી આવી છે કે અતીકે કબૂલ કર્યું છે કે તેણે જેલમાં બેસીને જ ઉમેશ પાલની હત્યાનું કાવતરું ધડ્યું હતું. આ ઉપરાંત તેણે આ વાત પણ સ્વીકારી છે કે ઉમેશની સુરક્ષા માટે રાખેલા સુરક્ષા કર્મીઓ ઉપર જે હુમલો કરવામાં આવ્યો હતો તે પણ પહેલાથી નક્કી જ હતું. પહેલેથી નક્કી કરવામાં આવ્યું હતું કે પ્રથમ ગનરને ગોળી મારવામાં આવશે અને ત્યાર પછી ઉમેશની હત્યા કરવામાં આવશે. આ ઉપરાંત અશરફ અને અતીકને પોલીસ કૌશાંબી, ફતેહપુર અને પ્રયાગરાજના ધણાં સ્થળો પર પૂછપરછ માટે લઈ જઈ શકે છે.

Most Popular

To Top