Top News

રશિયન ટેન્કરોને ઘુસતા અટકાવવા યુક્રેન સૈનિકે આપી કુરબાની, પુલ સાથે પોતાને ઉડાવી દીધો

રશિયા અને યુક્રેન વચ્ચે સતત ત્રીજા દિવસે યુદ્ધ ચાલી રહ્યું છે. છેલ્લા બે દિવસથી ચાલી રહેલો આ હુમલો ત્રીજા દિવસે પણ યથાવત રહ્યો હતો. રશિયાના હુમલાને કારણે યુક્રેનમાં અફઘાનિસ્તાન જેવી સ્થિતિ છે. લોકો પોતાનો જીવ બચાવવા માટે ભાગદોડ કરી રહ્યા છે. એક મિલિયનથી વધુ લોકોએ યુક્રેન છોડી દીધું છે. આ દરમિયાન રશિયન સેનાના હુમલા વચ્ચે યુક્રેનિયન સૈનિકની બહાદુરી ચર્ચામાં આવી છે.

યુક્રેનની રાજધાની કિવન કબજામાં લેવા માટે રશિયા આક્રમક બન્યું છે. કીવણે કબજામાં લેવા માટે ગતરોજ રશિયન સેના કીવમાં ઘૂસવાની તૈયારી કરી હતી. જો એક યુક્રેનના એક સૈનિકને રશિયન સૈનિકો પુલ પાસે આવી રહ્યા હોવાની માહિતી મળી હતી. જેથી રશિયાની સેના અટકાવવા માટે આ સૈનિકે પોતાના જીવની કુરબાની આપી. આ સૈનિકે પુલ સાથે પોતાની જાતને પણ બોમ્બથી ઉડાવી દીધો હતો.

યુક્રેનિયન આર્મીએ વિટાલીને હીરો ગણાવ્યા
યુક્રેન રશિયા યુદ્ધમાં પોતાનો જીવ આપનાર આ યુક્રેનિયન સૈનિકનું નામ વિટાલી શકુન છે. યુક્રેનિયન આર્મીએ વિટાલીને હીરો ગણાવતા તેની સ્ટોરી સોશિયલ મીડિયા પર શેર કરી છે. રશિયાની સેના યુક્રેન પર હુમલો કરી રહી છે. તેના જવાબમાં યુક્રેનની સેનાથી લઈને સામાન્ય માણસ સુધી તેનો જબરદસ્ત પ્રતિકાર થઈ રહ્યો છે. દરમિયાન, સમાચાર આવ્યા કે રશિયન સૈન્ય ક્રિમિયા નજીક ખેરસન પ્રદેશમાં બનેલા પુલને પાર કરીને ઝડપથી આગળ વધી રહ્યું છે. આવી સ્થિતિમાં યુક્રેનની સેના તેમને રોકવા માટે સતર્ક થઈ ગઈ હતી.

સૈનિકની આ બહાદુરીના કારણે રશિયન સેનાને થઇ હતી મુશ્કેલી
‘ડેઇલી મેઇલ’ના અહેવાલ મુજબ, ખેરસન ક્ષેત્રમાં તૈનાત યુક્રેનિયન સૈનિક વિતાલી શકુને આગળ વધીને પુલની સાથે પોતાની જાતને ઉડાવી દીધી હતી. વિટાલીએ આવું કર્યું જેથી રશિયન સૈનિકો શહેરમાં પ્રવેશી ન શકે. એવું કહેવામાં આવ્યું હતું કે સૈનિક વિટાલી દ્વારા તોડી પાડવામાં આવેલ પુલ રશિયાના કબજા હેઠળના ક્રિમિયાને યુક્રેન સાથે જોડે છે. વિટાલી પુલનું સંચાલન કરી રહ્યો હતો.યુક્રેનિયન સૈનિકની આ બહાદુરીના કારણે રશિયન સેનાના કાફલાને બીજા છેડે જવા માટે ઘણી મહેનત કરવી પડી હતી.

સૈનિકે ઉડાવેલા પુલની તસ્વીર

તે જાણતા હતા કે તે બચવું મુશ્કેલ હતું
વિટાલીની બહાદુરીને સલામ કરતાં યુક્રેનની સેનાએ કહ્યું કે રશિયા સાથે સ્પર્ધા કરવા માટે એક સ્પેશિયલ મરીન બટાલિયન ત્યાં તૈનાત છે. રશિયન સેનાના કાફલાને રોકવાનો એકમાત્ર રસ્તો પુલને ઉડાવી દેવાનો હતો અને તેથી બટાલિયને આ નિર્ણય લીધો હતો. આ પછી પુલની આસપાસ વિસ્ફોટકો મૂકવામાં આવ્યા હતા. પરંતુ ત્યાંથી બહાર નીકળવાનો સમય એટલો ઓછો હતો કે વિસ્ફોટ કરનાર સૈનિકનું મૃત્યુ નિશ્ચિત હતું. સલામ છે આવા સૈનિકને જે બધું જાણતા છતાં દેશ માટે પોતાનો જીવ આપી દીધો.

યુક્રેન આર્મી ફેસબુક પોસ્ટ
રિપોર્ટ અનુસાર, બહાદુરી માટે સેના દ્વારા વિટાલીને મરણોત્તર સન્માનિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે જ સમયે, એક વરિષ્ઠ સંરક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે રશિયન સેનાને અપેક્ષા કરતા વધુ યુક્રેનિયન સેના તરફથી “પ્રતિરોધ” નો સામનો કરવો પડી રહ્યો છે. રશિયનો કિવ પર તેટલી ઝડપથી વૃદ્ધિ પામતા નથી જેટલી તેઓ ધાર્યા હતા.

Most Popular

To Top