National

ઉદ્ધવ ઠાકરે VS એકનાથ શિંદે: 5 ધારાસભ્યો અને સાંસદો શિંદે ગ્રૂપમાં જોડાય તેવી શક્યતા

મુંબઈઃ (Mumbai) મહારાષ્ટ્રના (Maharashtra) મુખ્યમંત્રી એકનાથ શિંદે (CM Eknath Shinde) આજે દશેરા (Dassehra) રેલીમાં મોટો ઝટકો આપી શકે છે. એવી ચર્ચા છે કે ઉદ્ધવ ઠાકરે જૂથના પાંચ ધારાસભ્યો અને એક સાંસદ એકનાથ શિંદેના જૂથમાં જઈ શકે છે. સૂત્રોનું માનીએ તો સાંસદ ગજાનન કીર્તિકર શિંદે જૂથમાં સામેલ થઈ શકે છે. ગજાનન કીર્તિકર ઉપરાંત પરભણીના સંજય જાધવ પણ શિંદે જૂથમાં જોડાય તેવી શક્યતા છે. વાસ્તવમાં ઉદ્ધવ અને શિંદે જૂથ થોડા જ સમયમાં દશેરા રેલી દ્વારા તેમની રાજકીય શક્તિનું પ્રદર્શન કરશે. બંનેએ એકબીજાને હરાવવા માટે જોરદાર તૈયારીઓ કરી છે. BKC ખાતે શિંદે અને શિવાજી પાર્કમાં ઉદ્ધવ ગર્જના કરશે. આ રેલીઓમાં ભારે ભીડ આવવાની ધારણાથી પોલીસ એલર્ટ મૂડમાં છે. કોઈપણ પ્રકારના સંઘર્ષને રોકવા માટે કડક તૈયારીઓ કરવામાં આવી છે.

  • ઉદ્ધવ ઠાકરે જૂથના પાંચ ધારાસભ્યો અને એક સાંસદ એકનાથ શિંદેના જૂથમાં જઈ શકે છે
  • ઉદ્ધવ અને શિંદે જૂથ થોડા જ સમયમાં દશેરા રેલી દ્વારા તેમની રાજકીય શક્તિનું પ્રદર્શન કરશે
  • BKC ખાતે શિંદે અને શિવાજી પાર્કમાં ઉદ્ધવ ગર્જના કરશે
  • રેલીઓમાં ભારે ભીડ આવવાની ધારણાથી પોલીસ એલર્ટ મૂડમાં

નાયબ મુખ્ય પ્રધાન અને ગૃહ પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે અમે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખવાની ખાતરી કરી છે. મને ખાતરી છે કે બંને જૂથના કાર્યકરો પણ કાયદો અને વ્યવસ્થા જાળવશે. ચિંતા એટલી જ છે કે વર્તમાન પરિસ્થિતિમાં અસામાજિક તત્વો ભીડનો લાભ લઈને અસ્થિરતા ફેલાવવાનો પ્રયાસ ન કરે.

BKC માં તૈયારી
એવું કહેવામાં આવી રહ્યું છે કે મુખ્યમંત્રી શિંદેએ તમામ ધારાસભ્યો અને પદાધિકારીઓને ભીડ એકઠી કરવાનો ટાર્ગેટ આપ્યો છે. લોકોને મુંબઈ લાવવા માટે 1800 બસો બુક કરવામાં આવી છે. થાણેના એક જાણીતા કન્ફેક્શનરને 2.5 લાખ ફૂડ પેકેટ બનાવવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. રેલીમાં આવનારાઓના ભોજનની જવાબદારી ધારાસભ્ય પ્રતાપ સરનાઈકને આપવામાં આવી છે. BKCમાં 3 લાખ ખુરશીઓ હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

શિવાજી પાર્ક ખાતે તૈયારી
શિવાજી પાર્ક ખાતે રેલીની તૈયારીઓની સમીક્ષા કરવા માટે ઉદ્ધવ ઠાકરેના ટોચના નેતાઓએ દાદરમાં પાર્ટીના મુખ્યાલયમાં બેઠક યોજી હતી. શિવસેનાનું કહેવું છે કે શિવાજી પાર્ક રેલી તેમના માટે નવી નથી. તેઓ દર વર્ષે ત્યાં રેલી કરે છે.

ટ્રાફિક પોલીસ વ્યવસ્થા
ટ્રાફિક પોલીસ વતી એવું કહેવામાં આવ્યું છે કે તેઓણે દશેરાની રેલી માટે શિવાજી પાર્ક અને BKC સુધી લઈ જતી ઘણી બસોના પાર્કિંગ માટે જરૂરી વ્યવસ્થા કરી છે. અને આ દરમ્યાન ટ્રાફિક સુચારૂ રૂપે ચાલે તેવા પણ પ્રયાસ કરવામાં આવશે.

Most Popular

To Top