SURAT

માતાજીની નીકળી 56મી રથ યાત્રા: રાજમાર્ગના અલગ-અલગ વિસ્તારમાં કરી નગરચર્યા

સુરત: અંબાજી ગોપીપુરા (Gopipura) ખાતેના પ્રચીન મંદિરના દશેરાના (Dusehra)દિવસે રથયાત્રા (Rath Yatra) કાઢવામાં આવી હતી.માતાજી રથમાં સવાર થઈને રાજમાર્ગના અલગ-અલગ રૂટ ઉપર ફરીને ભક્તોને દર્શન આપ્યા હતા. બુધવારે બપોરે 1 કલાકે નીકળીને સાંજે યાત્રા સંપન્ન થઇને ફરી ગાપીપુરા મંદિરે પહોંચી હતી. 56મી આ રથયાત્રા માટે છેલ્લા કેટલાય દિવસ આગાઉ રથને શુશોભીત કરવા માટેની તૈયારીઓનો આરંભ થઇ ગયો હતો. ભક્તો પણ માતાજીના દર્શન કરવા માટે ઘણી આતુરતાથી રહા જોઈ રહ્યા હતા.પાછલા બે વર્ષમાં કોરોના મહામારીને લઇને રથયાત્રાને સ્થગિત રાખવામાં આવી હતી જોકે આ વર્ષે યાત્રા નીકળતા લોકોએ માતાના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

  • રથનું શુશોભન અને તેન તૈયાર કરવા માટે છેલ્લા અનેક દિવસોથી કામે જોતરાયા હતા
  • ફૂલો અને બીજી અનેક ભવ્યતાને કારણે રથ ખુબજ આકર્ષક રીતે તૈયાર કરી તેને અંતિમ ઓપ આપવા માં આવ્યો

રથને તૈયાર કરવા માટે કારીગરો છેલ્લા અનેક દિવસોથી કામે લાગ્યા હતા
માતા જે રથ ઉપર આરૂઢ થઇને ભક્તોને દર્શન માટે નીકળવાના હતા તે રથનું શુશોભન અને તેન તૈયાર કરવા માટે છેલ્લા અનેક દિવસોથી કામે જોતરાયા હતા. દિવસ દરમ્યાંન લગભગ 5 થી 6 કલાક સુદી રથની સાફસફાઈ અને તેને સુશોભિત કરવાની તૈયારીઓનો પણ આરંભ કરવામાં આવ્યો હતો. રથને પોલિશ કરીને ચમકાવવામાં આવ્યો હતો જેના માટેના કારીગરો પણ ખાસ બંગાળથી આવ્યા હતા. ફૂલો અને બીજી અનેક ભવ્યતાને કારણે રથ ખુબજ આકર્ષક રીતે તૈયાર કરી તેને અંતિમ ઓપ આપવા માં આવ્યો હતો. બુધવારે બપોરે નિર્ધારિત મુરતમાં મા અંબાની મૂર્તિને રથમાં વિધિવત રીતે સવાર કર્યા બાદ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

અલગ-અલગ રૂટ ઉપરથી રથ પસાર થયો હતો
માંતા નો રથ દશેરાના દિવસે નીકળ્યો હતો જે ગોપીપુરા ખાતે આવેલા શંકર માસ્તરની શેરીએ થી પ્રસ્થાન થયો હતો જે આગળ વધીને ગોપીપુરા અને તેને આજુબાજુના રાજમાર્ગ વિસ્તારોમાં ફર્યો હતો. સાંજે રથે નિર્ધારિત રૂટ ઉપર ભક્તોને દર્શન આપીને પુનઃ તેના ગંતવ્ય સ્થાને ગોપીપુરા અંબાજી મંદિરના પટાંગણમાં આવી પહોંચ્યો હતો. બપોરના સમયે નીકળેલી આખી રથયાત્રા લગભગ સાંજે 6 કલાકે સંપન્ન થઇ હતી. જેમાં ભક્તોનો મોટો કાફલો જોડાયો હતો. દશેરાની જાહેર રજા હોવાથી ભક્તોએ ખુબ મોટી સંખ્યામાં માતાજીના દર્શન કરીને ધન્યતાની અનુભૂતિ કરી હતી.

Most Popular

To Top