Dakshin Gujarat

આજથી ત્રણ દિવસ દક્ષિણ, મધ્ય તેમજ ઉત્તર ગુજરાતમાં અસહ્ય ગરમી વચ્ચે વરસાદ પડવાની આગાહી

સુરત: ગરમીની શરૂઆત થઇ ગઇ છે ત્યારે આજે સુરતનું (Surat) મહત્તમ તાપમાન 36.4 સેલ્સિયસ ડીગ્રી નોંધાયું હતું. જ્યારે ન્યુનત્તમ તાપમાન પણ એક ડીગ્રીના વધારા સાથે 20.2 સેલ્સિયસ ડીગ્રી (Degree) નોંધાયું હતું. દિવસે ગરમી અને રાત્રિ ઠંડી (Cold) અનુભવાઇ રહી છે. હવામાન વિભાગ (Meteorological Department) દ્વારા 7 થી 10 માર્ચ વચ્ચે વાતાવણમાં (Atmosphere) પલ્ટો આવવા સાથે દ.ગુજરાત, ઉત્તર ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગ પાસેથી મળતી વિગતો અનુસાર, ઉનાળાની ઋતુ શરૂ થઇ ગઇ છે ત્યારે તાપમાનમાં વધારો નોંધાઇ રહ્યો છે. શહેરમાં આજે મહત્તમ તાપમાન 36.4 ડીગ્રી નોંધાયું હતું. જ્યારે ન્યુનત્તમ તાપમાન 20.2 સેલ્સિયસ ડીગ્રી રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ 28 ટકા અને હવાનું દબાણ 1009.0 મિલીબાર નોંધાયું હતું. હોળી-ધુળેટીના તહેવાર બાદ ઉનાળો આકરો થતો હોય છે. દરમિયાન વિતેલા બે ત્રણ દિવસથી તાપમાનનો પારો 35 ડીગ્રીથી ઉપર રહેતા ગરમીની શરૂઆત થઇ ગઇ છે. આ તરફ હવામાન વિભાગ દ્વારા 7 માર્ચથી 10 માર્ચ સુધી માવઠાની આગાહી કરી છે. વાતાવરણમાં પલ્ટો આવવા સાથે સુરત સહિત દ.ગુજરાત અને રાજ્યના ઉત્તર અને મધ્યભાગમાં વરસાદ પડી શકે છે. માવઠાની આગાહીને પગલે ખેડૂતોની પણ ચિંતા વધી છે. કમૌસમી વરસાદને પગલે ઉનાળુ પાક લેતા ખેડૂતોને નુકશાનીનો ભય ઉભો થયો છે.

નવસારીમાં અસહ્ય ગરમી વચ્ચે વરસાદ પડવાની આગાહી
નવસારી, વલસાડ : નવસારીમાં મહત્તમ તાપમાન 1 ડિગ્રી વધતા 37.4 ડિગ્રી નોંધાયુ હતું. જ્યારે લઘુત્તમ તાપમાનમાં 0.7 ડિગ્રી ઘટાડો થયો હતો. પરંતુ ગરમી યથાવત રહી છે. જ્યારે નવસારીમાં ગરમી વચ્ચે હવામાન વિભાગે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. જ્યારે વલસાડમાં લઘુત્તમ તાપમાન 20.0 ડિગ્રી, મહત્તમ તાપમાન 33.0 ડિગ્રી અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 86 % ટકા રહ્યું હતું.

નવસારીમાં હાલમાં મહત્તમ તાપમાનનો પારો સતત 35 ડિગ્રી કે તેથી વધુ નોંધાઈ રહ્યો છે. જેના પગલે માર્ચ મહિનાની શરૂઆતમાં જ ગરમી પડવાનું શરૂ થતા લોકો પરસેવે રેબઝેબ થઇ રહ્યા હતા. ગત શુક્રવારે મહત્તમ તાપમાન 37.7 ડિગ્રી નોંધાયો હતો. જોકે ગત શનિવારે ગરમીનો પારો 1.2 ગગડ્યો છે. છતાં પણ ગરમી યથાવત રહી છે. પરંતુ આજે રવિવારે ફરી મહત્તમ તાપમાન વધતા ગરમી વધી હતી. સાથે જ ગરમ પવન ફુંકાતા બપોર દરમિયાન લોકોએ બહાર નીકળવાનું ટાળ્યું હતું.

આજે રવિવારે મહત્તમ તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો થતા 37.4 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન 0.7 ડિગ્રી ગગડતા 15.5 ડિગ્રી નોંધાયું હતું. સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ 77 ટકા હતું. જે બપોરબાદ ઘટીને 30 ટકાએ રહ્યું હતું. જ્યારે આજે પવનોએ દિશા બદલતા દિવસ દરમિયાન દક્ષિણ-પશ્ચિમ દિશાએથી 3.2 કિ.મી. ની ઝડપે પવનો ફૂંકાયા હતા.

નવસારીમાં અસહ્ય ગરમી વચ્ચે હવામાન વિભાગ દ્વારા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી મુજબ, આગામી 7મી અને 8મી માર્ચે દક્ષિણ ગુજરાતમાં છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી નવસારી જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ખેડૂતોને કમોસમી વરસાદથી બચવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી.

Most Popular

To Top