Madhya Gujarat

ધાડ લૂંટના ગુનાના ૧૪ વર્ષથી નાસતા ફરતા એમપીના ત્રણ આરોપી ઝડપાયા

દાહોદ: લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલા લીમડી પોલીસને ભરૂચ જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનના ધાડ લૂંટના ગુના છેલ્લા 14 વર્ષથી નાસતા ફરતા મધ્યપ્રદેશના ત્રણ ખૂંખાર આરોપીઓને લીમડી હાટ બજાર માંથી ઝડપી પાડી e guj કોટ પોકેટ કોપ માં સદર ઇસમોના નામ સર્ચ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ભરૂચ તાલુકા પોલીસને આ અંગેની જાણ કર્યા નું જાણવા મળ્યું છે. લીમડી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ એલ ડામોર પોતાના ઉપરી અધિકારીઓના માર્ગદર્શન અને સુચના હેઠળ પોતાના સ્ટાફના હેડ કોન્સ્ટેબલ સહિત ની ટીમ સાથે લઈ લીંબડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ભરૂચ જિલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનના વર્ષ ૨૦૦૭ના ધાડલૂંટના ગુનામાં નાસતા ફરતા મધ્યપ્રદેશના 3 ખુખાર આરોપીઓ લીમડી હાટ બજારમાં આવ્યા હોવાની પોતાને બાતમી મળતા જ લીમડી પોલીસની ટીમ બાતમી માં દર્શાવેલ જગ્યાએ હાટ બજાર મા દોડી ગઇ હતી.

Most Popular

To Top