Charchapatra

આ કાયદામાં સુધારો થવો જોઇએ

ઇન્કમટેક્ષમાં એડવાન્સ ટેક્ષ કાપવામાં આવે છે સંસ્થા તરફથી. બીજી તરફ એવો નિયમ છે કે 31મી માર્ચ સુધી નાણા રોકીને કર્મચરી ઇન્કમ ટેક્ષ બચાવવા દોઢ લાખ રૂપિયાના એનએસસી લઇ શકે છે કે અન્ય જગ્યાએ રોકાણ કરી શકે છે. આવો નિયમ હોવા છતાં એડવાન્સ ટેક્ષ સંસ્થા કાપે છે અને ત્યારબાદ જ તે કર્મચારીએ જો ટેક્ષ ન લાગતો હોય તો એ નાણા જે કપાયા છે તે મેળવવા રીટર્ન ભરીને મેળવવા પડે છે અને એ માટે કર્મચારીે ખર્ચ કરવો પડે છે.

એડવાન્સ ટેક્ષ કાપવો અને એ ટેક્ષ બચાવવા 31મી માર્ચ સુધી કર્મચારી નાણા રોકી શકે છે એ બંને વિરોધાભાસી નિયમ છે. જેને નાણા રોકવા છતા ટેક્ષ લાગતો હોય તો એનો એડવાન્સ ટેક્ષ કપાતો હોય તો એમાં વાંધો નથી પરનતુ જેને ટેક્ષ ન લાગતો હોય તેનો એડવાન્સ ટેક્ષ ન કપાવો જોઇએ. આ નિયમમાં સુધારો થવો જોઇએ. જો કર્મચારીનો એડવાન્સ ટેક્ષ કપાય તો 31મી માર્ચ સુધી નાણા રોકી શકે છે એ નિયમનો શો અર્થ? એક સંસ્થાએ એડવાન્સ ટેક્ષ ન કાપ્યો અને તમે એડવાન્સ ટેક્ષ ન ભર્યો એવું કહી એ કર્મચારીના નાણા વ્યાજ સહિત કાપી લીધા.

એડવાન્સ ટેક્ષ કાપવાની ફરજ સંસ્થાની છે એમાં કર્મચારીનો શો વાંક? તો આવા વિરોધાભાસી નિયમોમાં સુધારો થવો જોઇએ એ નિ:શંક છે. આ માટે એક ઉદાહર રજુ કરું છું જે અસ્થાને નથી. મારા પુત્રનો એડવાન્સ ટેક્ષ કપાયો હતો. એણે નાણા દોઢ લાખનું રોકાણ કર્યું. આથી ઇન્કમટેક્ષમાંથી મુકિત મળી. નાણા 1900 રૂા. પાછા મેળવવાના હતા. એક સી.એ.ને ત્યાં રીટર્ન ભરવા ગયા. તેણે 1300 રૂા. ફી માંગી. બીજા સી.એ.ને ત્યાં ગયા ત્યાં 500 રૂા. ફી લીધી અને કાગળિયાની માથાપરચી તો વધારામાં તો આવા નિયમોના સ્થાને સાદા અને સરળ નિયમો હોવા જોઇએ કે નહીં?
નવસારી           – મહેશ નાયક- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top