Charchapatra

આ છે ફરક ઇઝરાયલ અને ભારત વચ્ચે

ઇઝરાયેલ પેલેસ્ટાઇન વચ્ચે ફરી એક વાર વિખવાદ શરૂ થયો છે. લગભગ બે વર્ષથી ઇઝરાયેલમાં જબરદસ્ત રાજકીય અસ્થિરતા પ્રવર્તી રહી છે. છેલ્લાં બે વર્ષમાં જ ચારેક ચૂંટણી યોજવી પડી છે તે છતાં કોઇ પણ પક્ષને બહુમતી નથી મળી કે રાજકીય પક્ષો વચ્ચે પણ વિવાદ એટલા ઊંડા છે કે ગઠબંધન પણ વધારે સમય ટકતું નથી. ઇઝરાયેલના હાલના પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુ સંસદમાં વિશ્વાસ મત હારી ચૂકયા છે. થોડા દિવસોમાં જ સત્તા છોડવી પડશે અને નવું ગઠબંધન સત્તાનાં સૂત્રો સંભાળશે.

આવા રાજકીય વિખવાદના સમયે પેલેસ્ટાઇનના આતંકવાદી ગ્રુપ હમાસે હુમલો કરતા સંઘર્ષ શરૂ થયો છે ત્યારે ખાસ નોંધવા અને સમજવા યોગ્ય વાત એ બની છે કે કટ્ટર રાજકીય દુશ્મનાવટ હોવા છતાં ઇઝરાયલના એક પણ પક્ષે રાજકીય નેતાએ, મીડિયાએ, બુધ્ધિજીવીએ કહેવાતા વૈચારિક રેશનાલિસ્ટોએ, લેખકો કે નાગરિકોએ એવો આરોપ નથી લગાવ્યો કે પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુએ સત્તા ન છોડવી પડે એટલે એમણે જ આ હુમલા કરાવી રાષ્ટ્રવાદનો ઉન્માદ જગાવી સત્તા ન છોડવાનો કે ફરી સત્તા મેળવવાનો કારસો રચ્યો છે. વળી કોઇએ પણ હુમલાના પુરાવા માંગ્યા નથી. તમામે પ્રધાનમંત્રી બેન્જામીન નેતાન્યાહુને સહકાર આપ્યો છે. રાજકારણમાં ભયંકર રીતે લડતા ઇઝરાયલના તમામ પક્ષો અને નાગરિકો જયારે પણ રાષ્ટ્રહિતની વાત આવે ત્યારે અંગત પક્ષાપક્ષીથી દૂર રહીને બુધ્ધિના કુતર્કો બાજુ પર રાખી માત્ર રાષ્ટ્રહિતને જ પ્રાધાન્ય આપે છે. ઇઝરાયલ અને ભારત વચ્ચે સૌથી મોટો ફરક જ આ છે.
વાંસદા- રણજીત જી. પટેલ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top