National

દાહોદ નગર પાલિકામાં થયેલા કરોડો રૂપિયાના કૌભાંડની તપાસનો ધમધમાટ

દાહોદ: દાહોદ નગરપાલિકા હસ્તકના વેસ્ટ પ્રોસેસિંગ યુનિટ(ડમ્પીંગ યાર્ડ)ના બાંધકામ સહિતના કામોમાં તત્કાલીન ચીફ ઓફિસર દ્વારા આચરેલ કરોડો રૂપિયાના કૌભાંડના મામલામાં ઉચ્ચ સ્તરેથી તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. જેમાં કાલે ચીફ ઓફિસર તેમજ તેમના મળતિયાઓ ફરતે કાયદાનો ગાળીયો કસાતો જોવા મળી રહ્યો છે.

સમગ્ર મામલામાં જાગૃત નાગરિકની રજૂઆત તેમજ રજુ કરેલ જડબેસલાક પુરાવાઓનો બારીકાઇથી નિરીક્ષણ બાદ નગરપાલિકાના કામોમાં કૌભાંડ થયાંની ગંભીર નોંધ સાથે મુખ્યમંત્રી કાર્યાલયના નિર્દેશો બાદ આ સમગ્ર મામલામાં મુખ્ય સચિવે તપાસના આદેશ પહેલા જ આપી દીધા છે. તેમજ આ મામલાની તપાસમાં વિજિલન્સ સહીત અન્ય તપાસ એજેન્સીઓ પણ સામેલ થઇ ચુકી છે. આ મામલામાં ઉપલા લેવલથી ઓડિટ પણ કરવામાં આવ્યું છે. ત્યારે વડોદરા પ્રાદેશિક કમિશનર કચેરીએ દાહોદ નગર પાલિકાના ચીફ ઓફિસરને એક પત્ર પાઠવી અરજદાર દ્વારા કરવામાં આવેલી અરજીના સંદર્ભમાં કરેલ કાર્યવાહીનો સમગ્ર અહેવાલ સાત દિવસમાં અત્રેની કચેરીએ રજુ કરવા આદેશ કરવામાં આવ્યો હતો.

ત્યારબાદ આ અઠવાડિયામાં મ્યુનિસિપાલીટી એડમિનિસ્ટ્રેશન કચેરી ગાંધીનગરના કમિશ્નરે, નગરપાલિકા પ્રાદેશિક કમિશ્નર વડોદરા ને લેખિતમાં પત્ર મોકલ્યો છે. જેમાં તેઓએ જણાવ્યું છે. દાહોદ નગરપાલિકાના થયેલા કથિત કૌભાંડમાં આગામી  15 દિવસમાં સંબંધિત વિભાગોને નિયમોનુસાર જાણ કરી સમગ્ર મામલે ટાટા તને નિયમોનુસાર તપાસ હાથ ધરી, કરેલ કાર્યવાહીનો સમગ્ર અહેવાલ અરજદારને આપવા હુકમ કરાયો છે  ત્યારે દાહોદ નગરપાલિકામાં થયેલ કથિત કૌભાંડમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનો અણસાર જોવા મળી રહ્યો છે.

Most Popular

To Top