Gujarat

લો બોલો, અમદાવાદના કરોડો રૂપિયાના મેટ્રો રેલ પ્રોજેક્ટમાં આ મહત્વની સુવિધા જ નથી

ગાંધીનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના (PM Narendra Modi) ડ્રિમ પ્રોજેક્ટ (Dream Project) મેટ્રો રેલ (Metro Rail) ફેસ વનની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદમાં (Ahmadabad) રૂપિયા 10 હજાર કરોડના ખર્ચે મેટ્રો રેલ પ્રોજેક્ટ હાલ ટ્રાયલ પર ચાલી રહ્યો છે. જે ઓગસ્ટ 2022માં શરૂ થવાના એંધાણ દેખાઈ રહ્યા છે. પરંતુ ઉતાવળે પ્રોજેક્ટ શરૂ કરવાના ચક્કરમાં મોટો ડખો થઈ ગયો છે. જે બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) અને ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન એક બીજાના સામ-સામે આવી ગયા છે.

પીએમ મોદીના 10 હજાર કરોડના ડ્રિમ મેટ્રો રેલ પ્રોજેક્ટમાં મોટી ભૂલ થઈ ગઈ છે. જેના કારણે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન અને મ્યુનિસિપલ કોર્પોરેશન એક બીજા પર ભૂલનો ટોપલો નાંખી રહ્યા છે. મેટ્રો રેલ પ્રોજેકટની કામગીરી પૂર્ણ થાવાને આરે છે ત્યારે પ્રોજેક્ટમાં નાગરિકો માટે પાર્કિંગની સુવિધા જ આપવાનું ભૂલી ગયા છે. આ અંગે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનનું કહેવું છે કે અમારું કામ માત્ર મેટ્રોને બનાવીને અને તેને ચલાવવાનું છે. પાર્કિંગની સમસ્યામાં અમે શા માટે પડીએ આ કામ સ્થાનિક બોડીએ જોવાનું હોય છે. નોંધનીય છે કે પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં ન આવે તો કરોડોના ખર્ચે બની રહેલા અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ પણ BRTS પ્રોજેક્ટની જેમ ફેલ થશે.

દોષનો ટોપલો એકબીજાના માથે નાંખ્યો!
અમદાવાદમાં પીએમ મોદીના ડ્રિમ પ્રોજેક્ટની કામગીરી છેલ્લા કેટલા વર્ષોથી ચાલી રહી છે. મેટ્રો રેલ ઓગસ્ટ 2022ના અંત સુધી શરૂ કરવામાં આવી શકે છે. પરંતુ પ્રસાશન 10 હજાર કરોડના આ પ્રોજેક્ટમાં પાર્કિંગની સુવિધા જ આપવાનું ભૂલી ગઈ છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ક્યાંય પણ પાર્કિંગની સુવિધા ઉભી કરવામાં આવી નથી. મેટ્રો સ્ટેશનની નીચે આસપાસ પાર્કિંગની સુવિધા ઉભી કરવાથી પેસેન્જર્સને આરામથી મેટ્રો ટ્રેનમાં બેસી મુસાફરી કરી શકે તે માટે પાર્કિંગની સુવિધા હોવી ખૂબ જ આવશક્ય છે. પરંતુ હજી પણ મેટ્રો રેલ રૂટ પાર્કિંગની વ્યવસ્થાની જવાબદારી કોણ લેશે તે નક્કી નથી થયું, કારણ કે ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશનના PRO અને કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના નિવદેન પરથી લાગી રહ્યું છે કે બંને એકબીજા પર ઢોળી રહ્યા છે.

10 હજાર કરોડના મેટ્રો રેલ પ્રોજેક્ટ પાણીમાં
પીએમ મોદીના ડ્રિમ પ્રોજેક્ટ મેટ્રો રેલ પ્રોજેક્ટને લઈને બધી તૈયારીઓ થઈ ગઈ છે. અને ઓગસ્ટ 2022ના અંત સુધીમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો હોવાથી મેટ્રો રેલનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. જો કે આ પ્રોજેક્ટમાં એક મોટી ભૂલ થઈ ગઈ હોય તેવી સામે આવી રહ્યું છે. AMC અને ગુજરાત મેટ્રો કોર્પોરેશન 10 હજાર કરોડના ડ્રિમ મેટ્રો રેલ પ્રોજેક્ટમાં પાર્કિંગીની સુવિધા જ આપવાનું ભૂલી ગઈ છે. જેથી કહી શકાય કે BRTSનો પ્રોજેક્ટ જેમ ફેલ ગયો તેમ મેટ્રો રેલનો પ્રોજેક્ટ પણ ફેલ થઈ શકે છે.

એક પણ સ્ટેશન પર પાર્કિંગની સુવિધા નથી
અમદાવાદમાં ટ્રાફિક પોલીસ શહેરમાં પાર્કિંગની સુવિધાને લઈને ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. અમદાવાદીઓને ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે મેટ્રો રેલ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે પરંતુ આખા પ્રોજેક્ટમાં નાગરિકો માટે પાર્કિંગ વ્યવસ્થાની વાત જ કરવામાં આવી નથી. જેથી જો પાર્કિંગની સુવિધા વગર જ પ્રોજેક્ટ અમલમાં મુકાશે તો નાગરિકોએ રિક્ષા અથવા તો બસ દ્વારા મેટ્રો સુધી પહોંચવાની ફરજ પડશે.

Most Popular

To Top