Dakshin Gujarat

વલસાડ રેલ્વે ગોદીમાં મધ્યપ્રદેશથી આવેલો ઘઉનો જથ્થો વરસાદના કારણે પલળી ગયો

valsad : વલસાડ રેલવે ( valsad railway) ગોદીમાં મધ્યપ્રદેશથી આવેલો ઘઉનો જથ્થો પણ વરસાદના કારણે ભીંજાય જતા રેલવેને લાખો રૂપિયાનું નુકસાન થયું છે.વલસાડ જિલ્લાને વાવાઝોડું ( cyclone) તથા વરસાદે બેહાલ કરી નાખ્યું છે જ્યારે વરસાદે ખેડૂતો ( farmer) ને પણ બરબાદ કરી નાખ્યા છે. હાલમાં રેલવે ગોદીમાં આવેલો અનાજનો જથ્થો પણ બાકી રહ્યો નથી એને પણ ભીંજાઇ ગયો હતો. વલસાડ રેલવે ગોદીમાં પંજાબ, મધ્યપ્રદેશ કે અન્ય પ્રદેશોમાંથી ટ્રેન મારફતે અનાજનો મોટો જથ્થો મજૂરો પાસે ઊતારવામાં આવે છે.

અનાજનો જથ્થો વલસાડ ધમડાચીમાં આવેલ એફ.સી.આઈ. ગોડાઉનમાં જાય છે. વલસાડ રેલવે ગોદીમાં આજે સવારે મધ્યપ્રદેશથી ટ્રેન મારફતે બોગીમાં મોટા પ્રમાણમાં ઘઉંનો જથ્થો આવી પહોંચ્યો હતો. જે ધમડાચીના એફ. સી. આઈ. ગોડાઉનમાં મોકલવાનો હતો. પણ વરસાદ પડતા 100થી વધુ ઘઉંની બોરીઓ ભીંજાઈ ગઈ હતી. જેના કારણે ગરીબ લોકોને મળવાનું અનાજ કોન્ટ્રાક્ટરે ભીંજવી નાંખતા બેદરકારી રાખનાર કોન્ટ્રાક્ટર સામે રેલવે તંત્ર કાર્યવાહી કરે એ જરૂરી બન્યું છે.

વાવાઝોડા અને વરસાદના પગલે કપરાડા, ધરમપુર તાલુકાઓમાં કેરીનો તૈયાર પાક જમીનદોસ્ત થઈ જતા ખેડૂતોને મોટું આર્થિક નુકશાન થયું છે. ચાલુ વર્ષે રોહિણી નક્ષત્ર જૂન માસમાં હોઈ મહત્તમ ખેડૂતોએ કેરી બેડીજ ન હતી. છેલ્લા બે દિવસમાં વરસાદ વાવાઝોડાને લઈ કેરી પડી જતા ખેડૂતોની વર્ષભરની આવક અટકી ગઈ છે. વલસાડ, ધરમપુર, નાનાપોંઢા એપીએમસીમાં પડેલી કેરીઓના ઢગો ખડકાયા છે. નાનાપોંઢા એપીએમસીના વેપારી હરેશ પટેલે જણાવ્યું કે વાવાઝોડાને લઈ બે દિવસથી વિપુલ પ્રમાણમાં કેરીનો જથ્થો આવી રહ્યો છે. જોકે વેપારીઓ નહી આવતા કેરીનો નિકાલ ક્યાં કરવો તે પ્રશ્ન હોવા છતાં અને ખેડૂતોની કેરી લઈ રહ્યા છે. કપરાડાના ખેડૂત મહેશભાઈએ જણાવ્યું કે વરસાદ અને વાવાઝોડાએ કેરીની આખા વર્ષની આવક છીનવી લીધી છે. હવે ગુજારો કેવી રીતે કરવો તે ચિંતા વધી છે. સરકારે તાત્કાલિક સર્વે કરી રાહત પેકેજ આપવું જોઈએ

Most Popular

To Top