Business

શેરબજાર જોરદાર ઉછાળા સાથે બંધ, રોકાણકારોની સંપત્તિમાં રૂ. 8 લાખ કરોડનો વધારો

નવી દિલ્હી: શેરબજારમાં (Stock market) ગઇ કાલના મોટા ઘટાડા બાદ આજે ગુરુવારે 14 માર્ચે ટ્રેડિંગ સેશનથી (Trading session) ભારતીય શેરબજારના રોકાણકારોને (Investors) રાહત મળી છે. આજે આઈટી (IT), એફએમસીજીના (FMCG) શેરોમાં જોરદાર ખરીદારી જોવા મળી હતી. તેમજ જ મિડકેપ અને સ્મોલકેપ શેરોના કારણે રોકાણકારોએ તેમની મહેનતની કમાણી ગુમાવી હતી, તે કમાણી આજના ગુરુવારના સત્રમાં રોકાણકારોએ ફરી મેળવી લીધી હતી.

આજના કારોબારના અંતે BSE સેન્સેક્સ (Sensex) 73000ને પાર ગયો હતો. જે 335 પોઈન્ટના ઉછાળા સાથે 73,097 પોઈન્ટ પર બંધ રહ્યો હતો. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં નિફ્ટી (Nifty) 22,000 પાર થઇ હતી. જે 149 પોઈન્ટ વધીને 22,146 પોઈન્ટ પર બંધ રહી હતી.

ક્ષેત્રની સ્થિતિ
આજના કારોબારમાં મિડકેપ અને સ્મોલકેપ શેરોએ જોરદાર વાપસી કરી છે. તેમજ નિફ્ટી મિડકેપ ઈન્ડેક્સ 930 પોઈન્ટ અથવા 2.02 ટકાના વધારા સાથે બંધ થઇ છે. જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 500 પોઈન્ટના ઉછાળા સાથે બંધ થયો હતો. જો કે સવારના ઘટાડાના સ્તર પરથી જોવામાં આવે તો મિડકેપ ઈન્ડેક્સમાં 1600 પોઈન્ટથી વધુ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં 700 પોઈન્ટની નીચી સપાટીથી રિકવરી જોવા મળી છે.

આજના કારોબારમાં આઈટી, ફાર્મા, એફએમસીજી, એનર્જી, ઈન્ફ્રા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ, હેલ્થકેર અને ઓઈલ એન્ડ ગેસ સેક્ટરના શેર ઉછાળા સાથે બંધ થયા છે. માત્ર બેન્કિંગ શેરોમાં ઘટાડો નોંધાયો હતો. તેમજ સેન્સેક્સના 30 શેરોમાંથી 18 શેર ઉછાળા સાથે અને 12 નુકસાન સાથે બંધ થયા હતા. જ્યારે નિફ્ટીના 50 શેરોમાંથી 35 શેર ઉછાળા સાથે અને 15 ઘટાડા સાથે બંધ થયા હતા.

માર્કેટ કેપમાં 8 લાખ કરોડનો ઉછાળો
ગુરુવારના સત્રમાં શેરબજારમાં થયેલા અદભૂત ઉછાળાને કારણે રોકાણકારોની સંપત્તિમાં 8 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો છે. જે બુધવારે ઘટીને 14 લાખ કરોડ રૂપિયા થઈ ગયો હતો. BSE પર લિસ્ટેડ શેરોનું માર્કેટ કેપ રૂ. 380.16 લાખ કરોડ પર બંધ થયું હતું. જે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં રૂ. 372.11 લાખ કરોડ હતું.

Most Popular

To Top