Gujarat

ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ વડોદરાના ડો. જ્યોતિબેન પંડ્યા તમામ હોદ્દાઓ પરથી સસ્પેન્ડ

ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના (BJP Rashtriya Mahila Morcha) ઉપાધ્યક્ષ ડો. જ્યોતિબેન પંડ્યાને (Dr. Jyothiben Pandya) સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ભારતીય જનતા પાર્ટી કેન્દ્રિય નેતૃત્વ તેમજ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના અધ્યક્ષ સી.આર.પાટીલની સૂચનાથી ડોક્ટર જયોતિબેન પંડ્યાને પક્ષના તમામ હોદ્દા અને પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

વડોદરાના મોટા ગજાના નેતા ગણાતા ડો.જ્યોતિબેન પંડ્યાને ભાજપમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેઓ ભાજપ રાષ્ટ્રીય મહિલા મોરચાના ઉપાધ્યક્ષ હતા. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલની સૂચનાથી ડો.જ્યોતિબેન પંડ્યાને પક્ષના તમામ હોદ્દાથી દૂર કરાયા છે. જોકે સ્પેન્ડ માટેના પત્રમાં કોઈ સત્તાવાર કારણનો ઉલ્લેખ કરાયો નથી. ઉલ્લેખનિય છે કે જ્યોતિબેન પ્રદેશ મહિલા મોરચાના પૂર્વ પ્રમુખ અને મહારાષ્ટ્ર ભાજપના પ્રચારક પણ રહી ચૂક્યા છે. તેઓ વડોદરાના મેયર પણ રહી ચૂક્યા છે.

પ્રદેશ મીડિયા કન્વીનર ડો.યજ્ઞેશ દવેના હસ્તાક્ષર વાળા પત્રમાં તેઓને સસ્પેન્ડ કરવા પાછળનું કોઈ કારણ જણાવવામાં આવ્યું નથી. જોકે એવી ચર્ચા છે કે વડોદરા લોકસભા બેઠક માટે ઉમેદવાર તરીકે જ્યોતિબેન ચર્ચામાં હતા. રંજનબેનને ત્રીજી વખત રિપિટ કરાતા જ્યોતિબેન નારાજ થયા હોવાથી તેઓ કોઇ વિરોધ વ્યક્ત કરે કે નારાજગી વ્યક્ત કરે પહેલા જ પાર્ટીએ એકશન લેતા તેમને સસ્પન્ડ કર્યાં છે.  

બીજી તરફ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મીડિયા સાથે વાતચીત કરતા ડો.જ્યોતિબેન પંડ્યાએ કહ્યું કે રંજનબેન ભટ્ટને ત્રીજી વખત ટિકિટ શા માટે આપવામાં આવી. પરિવારને મૂકીને મેં છેલ્લા 28 વર્ષથી ભાજપ માટે કામ કર્યું છે. ભાજપના કાર્યકરો ડરમાં કામ કરી રહ્યા છે.

Most Popular

To Top